ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ આપતા ભારતીય વેપારીએ ચીન સાથેનો 10 વર્ષ જૂનો કરાર તોડી બનાવી ‘મેડ ઇન ઇન્ડિયા’ પ્રોડક્ટ
ગલવાન ઘાટીમાં શહીદ થયેલા ભારતીય જવાનો પ્રત્યે શ્રદ્ધાંજલિ આપતા ભારતીય વેપારી ચાઇના સાથેનો પોતાના વેપાર બંધ કરી રહ્યા છે. અલીગઢની કોડિયા લોક-હાઇવેયર કપંનીએ ચાઇના સાથેનો 10 વર્ષ જૂનો કરાર તોડતા ભારતીય ઉત્પાદ બનાવવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા પણ શહેરના વેપારીઓએ ચાઇના સાથેનો વેપાર બંધ કરી દીધો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
વેપારી પ્રદીપ ગર્ગ તથા વિનીત અગ્રવાલે 1991માં મોતી મિલ કંપાઉન્ડમાં કોડિયા લોક એન્ડ હાર્ડવેયર કંપનીની શરૂઆત કરી હતી. જેના પછીથી તેમણે ચાઇના પાસે પણ ઘણો સામાન મંગાવતા અને પોતાના વેપારને આગળ વધાર્યો. લગભગ 10 વર્ષ પહેલા તેમનો ચાઇનાની એક કંપની સાથે હાર્ડવેયર ઉત્પાદને લઇ કરાર થયો હતો. જે અંતર્ગત ટ્યૂબલર, ટેલિસ્કોપી ચેનલ અને ઓટો હિંજિંસનો માલ મંગાવતા હતા. વાર્ષિક લગભગ પાંચ કરોડથી વધારેનો વેપાર ચાઇના સાથે કરતા હતા. હવે ચાઇનાની હરકતને લઇ દેશભરમાં ગુસ્સો છે. આવામાં કંપનીએ ચાઇનાથી પોતાનો વેપાર બંધ કરી દીધો છે. ગત દિવસોમાં ચાઇના પાસેથી આવેલ ઓર્ડરની ઓફરને પણ ઠુકરાવી દીધી.
ઓટો ઇન્ડસ્ટ્રીમાં શરૂ કર્યું કામ
વેપારી પ્રદીપ ગર્ગે જણાવ્યું કે, લોક હાર્ડવેયર બાદ ઓટો ઇન્ડસ્ટ્રીમાં પગલું ભર્યુ છે. હાર્ડવેયર વેપારને પણ બીજી પેઢી માટે સજલ ગર્ગ તથા અજીત અગ્રવાલ સંભાળી રહ્યા છે. ત્યાં જ ઓટો ઇન્ડસ્ટ્રીનો વેપાર અયૂર ગર્ગ દેખી રહ્યા છે. પ્રદીપે જણાવ્યું કે, તેમનો પરિવાર મૂળ રીતે કૌડિયાગંજનો છે. જ્યાં 1948માં ઉત્તર પ્રદેશનો પ્રથમ શુગર પ્લાન્ટ (ખંડસારી યૂનિટ) પ્રકાશ શુગર ઉદ્યોગના નામથી પિતા રામનિવેશ ગર્ગ તથા તેમના કાકા રામપ્રકાશ ગર્ગે લગાવ્યો હતો.
ડોકલામ પ્રકરણ બાગ ઉત્પાદ બનાવવાનું શરૂ કર્યું
2017માં ડોકલામ પ્રકરણ બાદથી ચીન સાથેનો વેપાર સમટેવાનું શરૂ કર્યું. તેમણે જણાવ્યું કે, અલીગઢના મેન્યુફેક્ચર્સને ઘણી વખત ચીન લઇ ગયા અને ત્યાંની ટેક્નોલોજી અને મશીનોની જાણકારી અપાવી. બીજા મેન્યુફેક્ચરના રાજી ન થતા 2018માં તાલાનગરીમાં વધુ એક ફેક્ટરી બનાવીને આધુનિક મશીન લગાવી. એક ફેક્ટરી પલા રોડ પર પહેલાથી જ છે. બીજી ફેક્ટરીમનાં ઉત્પાદ શરૂ થતા જ ચીન સાથે દૂરી બનાવવાનું શરૂ કરી દીધુ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

