ગુજરાતમાં છૂટછાટ બાદ પણ બજારો સૂમસામ, વેપારીઓએ કહ્યું- બીજી લહેર બીજો હાર્ટ એટેક, ત્રીજી લહેર આવશે તો મૃતપ્રાય થઈ જઈશું

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં ઘટાડો થતાં જ રાજ્ય સરકાર દ્વારા આંશિક લોકડાઉનમાં છૂટછાટ આપીને દુકાનો સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકવાનો નિર્ણય કર્યો છે. સરકારના આ નિર્ણયો બાદ બજારો ખુલી તો ગયા છે. પણ બજારો સૂમસામ જોવા મળી રહ્યા છે. કોરોનાએ બજારોની રોનક છીનવી લીધી છે. વેપારીઓનું માનવું છે કે ફરી ગાડી પાટે ચઢતાં બે વર્ષ લાગી જશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

કોરોના મહામારીના બીજા વેવમાં કોરોના કેસનો રાફડો ફાટતાં લોકોમાં ભયનો માહોલ હતો. તેથી બજારોમાં આવવાનું ટાળતા હતા. ત્યારબાદ કેસો વધુ વધતાં સરકાર દ્વારા આંશિક લોકડાઉન લાદવામાં આવ્યું અને સમય 9 થી 3 નો કરાયો તેમ છતાં બજારોમાં ગ્રાહક ન દેખાતા વેપારીઓને આર્થિક ફટકો પડ્યો હતો. જે બાદ વેપારીઓએ કેસ ઓછા થતાં સમય વધારવાની માંગ કરતાં સરકારે સાંજે 6 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો છે.

ગુજરાતના સૌથી મોટા મંગળ બજારના વેપારીઓનું કહેવું છે કે કોરોનાનો પ્રથમ વેવ પ્રથમ હાર્ટ એટેક હતો અને બીજો વેવ બીજો હાર્ટ એટેક છે. અને જો હવે ત્રીજી વેવ આવશે તો વેપારીઓને ત્રીજો હાર્ટ એટેક આવશે અને તેઓ મૃતઃપ્રાય થઈ જશે. આ ઉપરાંત વેપારીઓનું માનવું છે કે હાલની પરિસ્થિતિમાં પણ બજારોમાં રોનક નથી અને ફરી ગાડી પાટે ચઢતા હજુ બે વર્ષ લાગશે જો ત્રીજો વેવ નહીં આવે તો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો