અમદાવાદના વેપારીએ ગ્રાહકને સાગનું ફર્નિચર હોવાનું કહી ભૂસાવાળું ફર્નિચર પધરાવ્યું, ગ્રાહકે કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ કરતાં કોર્ટે વેપારીને 8% વ્યાજ સાથે રકમ પરત કરવા આદેશ કર્યો

લોકો પોતાના સપનાના ઘરની સજાવટ કરવામાં લાખો રૂપિયાનો ખર્ચો કરતા હોય છે. જેમાં ઘરમાં મજબૂત અને ટકાઉ ફર્નિચર માટે ઘણી જગ્યાએ તપાસ કરીને ખરીદી કરતા હોય છે. જો કે આમ છતાં કેટલાક વેપારીઓ ગ્રાહકને મૂર્ખ સમજીને છેતરપિંડી કરે છે. અમદાવાદ શહેરમાં પણ એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. ફર્નિચરના શો રૂમના વેપારીએ એક ગ્રાહકને સાગના નામે ભુસાનું ફર્નિચર પધરાવ્યું હતું. જેને પગલે ગ્રાહકે કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ કરી હતી. જેથી કોર્ટે વેપારીને 25 ટકા ઘસારો બાદ કરી 8 ટકા વ્યાજ સાથે રકમ પરત કરવા આદેશ કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ફર્નિચરમાંથી પાવડરનો ભુક્કો નીકળ્યો
શહેરના શાહીબાગ વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ 2017માં પોતાના ઘર માટે એસ.જી હાઇવે પરના એન્ટેક ઇલેક્ટ્રોનિક નામના શોરૂમમાંથી ફર્નિચરની ખરીદી હતી. આ ફર્નિચર પેટે 2 લાખ 78 હજાર 690 રૂપિયા ચૂકવ્યા હતા, તેઓએ જ્યારે આ શોરૂમમાંથી ખરીદી કરી ત્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે આ ફર્નિચર સાગના લાકડાંનું હોવાથી ટકાઉ અને મજબૂત છે. પરંતુ ટૂક સમયમાં જ આ ફર્નિચરમાંથી પાવડરનો ભુક્કો નીકળ્યો. ત્યાર બાદ તપાસ કરતા જોવા મળ્યું કે આ તો લાકડાના ભૂસામાંથી તૈયાર કરવામાં આવેલું ફર્નિચર છે. જેથી ગ્રાહકે વેપારીને કહ્યું કે આ ફર્નિચર મારે નથી જોઈતું મને સાગના લાકડાંનું ફર્નિચર આપો અથવા પૈસા પરત કરો.

જોકે આ મામલે વેપારીએ કોઈ જવાબ આપ્યો ન હતો. જેથી આ વ્યક્તિને છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો અને તેમણે કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ કરી હતી. જેમાં કોર્ટે તમામ રજૂઆત સાંભળીને ગ્રાહકની તરફેણમાં ચુકાદો આપ્યો છે.

એક મહિનામાં વ્યાજ સાથેની રકમ ચૂકવવી પડશે
આ મામલે એડવોકેટ સમીર મન્સૂરીએ જણાવ્યું કે અરજદાર સાથે છેતરપિંડી થતા તેઓએ કન્ઝ્યુમર કોર્ટમાં ન્યાય મેળવવા માટે ફરિયાદ કરી હતી. જેમાં કોર્ટે તમામ રજૂઆત અને પુરાવાને ધ્યામના રાખીને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે આદેશ કર્યો છે કે ફર્નિચર ખામીયુક્ત હોવાથી વેપારીએ ફર્નિચર બદલી આપવું પડશે. જો વેપારી ફર્નિચર આપી શકે તેમ ન હોય તો ફરિયાદીએ કુલ રકમમાંથી 25 ટકા ઘસારો કાપી બાકીની રકમ 2 લાખ 9 હજાર 17 રૂપિયા 8 ટકા વ્યાજ સાથે ચૂકવવા પડશે. આ સાથે ફરિયાદીના 5 હજાર રૂપિયા તેમને પડેલા માનસિક ત્રાસના ચૂકવી આપવા તેમજ અરજી પેટેના 3 હજાર ચૂકવવા પડશે. આ સંપૂર્ણ રકમ 30 દિવસમાં ચૂકવી આપવી પડશે.

વ્યાજની ગણતરી
કન્ઝ્યુમર કોર્ટે ફરિયાદ દાખલ થયેલા સમયથી એટલે કે 25 એપ્રિલ 2019થી ચુકાદો આવવાના સમય 31 જુલાઈ સુધીના સમયનું 2 લાખ 9 હજાર પરનું 8 ટકા વ્યાજ ચૂકવવા કહ્યું છે. જેથી વેપારીએ 2 વર્ષ અને 3 મહિનાના 41,798 રૂપિયા વ્યાજ સાથે 2,42,715 રૂપિયા ચૂકવવા પડશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો