સુરતમાં મંજૂરી મેળવનાર લોકોને પણ નથી મળતા ટોસિલિઝુમેબ ઈન્જેક્શન, સિવિલ હોસ્પિટલમાં લાઈન લાગતા સ્ટોક ન હોવાનું કહીને પરત મોકલાય છે.

શહેરમાં કોરોના સંક્રમણ વધવાની સાથે ગંભીર દર્દીઓની સારવાર માટે વપરાતા ટોસિલિઝુમેબ ઈન્જેક્શનની ભારે અછત સર્જાઈ છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓને સિવિલ હોસ્પિટલમાંથી ઈન્જેક્શન આપવા માટે ક્લેક્ટરની અધ્યક્ષતામાં ટીમ બનાવવામાં આવી છે. આ તબીબોની ટીમ દ્વારા જરૂરીયાતવાળા દર્દીઓને ઈન્જેક્શનની મંજૂરી અપાયા બાદ દર્દીના સંબંધીઓને ફોન કે મેસેજ આવે તો પણ સિવિલમાંથી ઈન્જેક્શનનો સ્ટોક ન હોવાનું કહીને પરત મોકલવામાં આવી રહ્યાં છે. ઈન્જેશન માટે લાઈનો લગાવીને ઉભા રહેતા દર્દીઓના સંબંધીઓએ જણાવ્યું હતું કે, સારવાર પછી ઈન્જેક્શન મળે તેનું શું મહત્વ. ટ્રાન્સપરન્સી સાથે ઈન્જેક્શનની વહેંચણી થાય તે જરૂરી છે. સાથે જ ઈન્જેક્શનની કાળાબજારી થતી હોવાની પણ શક્યતા દર્દીઓના સંબંધીઓએ વ્યક્ત કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

રોજ ધક્કા ખવડાવાય છે

ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીના સંબંધી મુકેશ હીરપરાએ જણાવ્યું હતું કે, તેમના સંબંધી 10 દિવસથી બીમાર છે.ઈન્જેક્શન મંજૂર થઈ ગયા છે પણ અપાતા નથી. સારવારમાં નહી આપે અને માણસ જતું રહે પછી મળે તો ઈન્જેક્શન શું કામના. ઈન્જેક્શનનું ઓડિટ થવું જવું જોઈએ. ઓનલાઈન કંઈક સીસ્ટમ ઉભી કરીને ટ્રાન્સપરન્સી દાખવવી જોઈએ.રાજેન્દ્ર ઠાકુરએ જણાવ્યું હતું કે, 11 તારીખથી આવું છું. ઈન્જેક્શનની કાળા બજારી કરતાં હોય એવું લાગે છે. અમારા પછીનાને મળી ગયા પણ અમને ઈન્જેક્શન નથી મળ્યાં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો