જૂનાગઢમાં ગાંઠિયાની લારી ચલાવનાર પિતાના પુત્રએ 99.99 PR મેળવ્યા અને રાજકોટમાં ટ્રક ડ્રાઇવરના જોડિયા પુત્રોએ 98.77 અને 97.15 PR મેળવ્યા
જૂનાગઢના ઠકરાર મીતને ધોરણ 12માં 99.99 PR આવ્યા છે. તેમના પિતા ગાંઠિયાની લારી ચલાવે છે. ગાંઠિયાની લારી ચલાવી પુત્રને ભણાવી રહ્યા છે. જેનું ઝળહળતું પરિણામ પુત્રએ હાંસલ કરતા પરિવારમાં ખુશીની લાગણી જોવા મળી છે. મીતે જણાવ્યું હતું કે, મેં કોઇ પણ પ્રકારનું ટ્યુશન બંધાવ્યું નહોતું. માત્ર સરસ્વતી સ્કૂલમાં ભણાવવામાં આવતું તેના પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. હું રોજની 10 કલાક મહેનત કરતો હતો. મારે આગળ CA બનવાનું સપનું છે. જેના માટે મેં અત્યારથી જ ઓનલાઇન ક્લાસ શરૂ કરી દીધા છે. જ્યારે રાજકોટમાં ટ્રક ચલાવતા દિનેશભાઇના બે જોડિયા પુત્રોએ પણ ઝહળતું પરિણામ મેળવ્યું છે. જેમાં હર્ષ દિનેશભાઇ ગોહેલે 98.77 PR અને હાર્દિક દિનેશભાઇ ગોહેલે 97.15 PR મેળવ્યા છે. બંને ભાઇઓને UPSCની તૈયારી કરી IPS તથા IAS બનવાનું સપનું છે. તેની બહેન રૂત્વી પણ હાલ UPSCની તૈયારી કરી રહી છે. બંને ભાઇઓ રોજ 7થી 8 કલાક વાંચન કરતા હતા.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
રાજકોટમાં એક હાથ છતાં 92.73 PR મેળવ્યા
રાજકોટમાં રહેતા દેવાંગ ડાભીને 92.73 PR આવ્યા છે. તેમના પપ્પા ગેરેજ ચલાવે છે. દેવાંગ જન્મથી હાથ નથી. છતાં પરીક્ષામાં રાઇટર રાખ્યા વગર પરીક્ષા આપી હતી. દેવાંગને મોટા થઇને GPSCની પરીક્ષા પાસ કરવાનું સપનું છે. દેવાંગ રોજ પાંચ કલાકની મહેનત કરી આ પરિણામ હાંસલ કર્યું છે.
ભંગારનો વ્યવસાય કરનારની પુત્રીએ 99.97 PR મેળવ્યા
જૂનાગઢની તાલબ અક્સાને ધોરણ 12માં 99.97 PR આવ્યા છે. તાલબના પિતા ભંગારનો વ્યવસાય કરે છે. તલબાએ જણાવ્યું હતું કે, મેં કોઇ પણ પ્રકારનું ટ્યુશન રાખ્યું નહોતું અને સરસ્વતી સ્કૂલમાં જે ભણાવવામાં આવતું તેના પર મેં ધ્યાન આપ્યું હતું. આ પરિણામ માટે મારા સ્કૂલના સ્ટાફનો તથા મારા માતા-પિતાનો ખૂબ ખૂબ આભાર માનું છું.
ડેરીની દુકાન ધરાવતા પિતાના પુત્રે મેળવ્યા 99.99 PR
જૂનાગઢના પોપટ અંકિતે 99.99 PR મેળવ્યા છે. અંકિતના પિતા ડેરીની દુકાન ચલાવે છે. પરિવારની સામાન્ય સ્થિતિ છતાં પુત્રને ભણાવવા પિતાએ કમર કસી અને તેનું પુત્રએ ઝળહળતુ પરિણામ મેળવ્યું છે. આથી પરિવાર ખુશ છે. અંકિતે જણાવ્યું હતું કે, આ સફળતાનો શ્રેય મારા માતા-પિતા, સરસ્વતી સ્કૂલના સ્ટાફને પાઠવું છું. આ સફળતા મેં કોઇ પણ પ્રકારના ટ્યુશન વગર મેળવી છે. મારે CA બનવાનું સપનું છે.
કેશોદમાં બે જોડિયા ખેડૂત પુત્રોએ 99.64 અને 99.43 PR મેળવ્યા
કેશોદમાં રહેતા અલ્કેશભાઇ ગામી ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓને સંતાનમાં બે જોડીયા પુત્રો વિનીત અને વાસુ છે. વાસુએ 99.64 PR અને વિનીતે 99.43 PR મેળવ્યા છે. બંને ભાઇઓ 12માં ધોરણમાં મોબાઇલ હાથમાં લીધો નહોતો. તેઓ રોજની સાતથી આઠ કલાક મહેનત કરતા હતા. આગળ ઉચ્ચ અભ્યાસ કરી પિતાને ખેતીના કામમાંથી નિવૃત્ત કરવાની બંને ભાઇની ઇચ્છા છે.
(શૈલેષ રાદડિયા, રાજકોટ/અતુલ મહેતા, જૂનાગઢ/પ્રવીણ કરંગીયા, કેશોદ)
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

