મોટી દુર્ઘટના આવી સામે, વાઘના પાંજરામાં યુવક પડી જતા વાઘણે ગળેથી દબોચી મારી નાખ્યો

રાંચી: ઓરમાંઝી સ્થિત બિરસા જૈવિક ઉદ્યાન (Birsa Biological Park)માં મોટી દુર્ઘટના સર્જાઈ છે. પાર્કમાં ફરવા ગયેલો એક યુવક વાઘ (Tigress)ના પાંજરામાં પડી ગયો. ત્યારબાદ વાઘણે 30 વર્ષિય યુવક(Youth)ને ગળેથી પકડી મારી (Kill) નાખ્યો. ઘટના બાદ પાર્કમાં અફરા-તફરી મચી ગઈ. સૂચના મળતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ. યુવકને લોકો બચાવે તે પહેલા તો વાઘણે તેનો શિકાર કરી દીધો. મૃતકની ઓળખ હજુ થઈ શકી નથી.

પાર્ક કર્મચારીએ જણાવ્યું કે, જે વાઘણે યુવક પર હુમલો કર્યો તેનું નામ અનુષ્કા છે. જેવો યુવક વાઘના વાડામાં પડ્યો, વાઘણે તેની પર હુમલો કરી દીધો. વાઘણે સીધી તેની ગરદન પકડી લીધી. જેના કારણે યુવક તરફડીયા મારતો મરી ગયો. મૃતકની ઓળખ માટે કોશિસ ચાલી રહી છે.

યુવક કેવી રીતે વાઘના પાંજરામાં પડ્યો, તે મામલે તપાસ ચાલી રહી છે. જોકે, સૂચના છે કે, તે જાતે જ વાડામાં કુદ્યો હતો. કેમ કે, એક દિવાલ અને જાળીને પાર કરો ત્યારે વાઘના વાડા સુધી પહોંચી શકાય તેમ છે. એક પાર્ક કર્મીએ જણાવ્યું કે, યુવક વાઘના પાંજરા નજીક એક ઝાડ પર ઝૂલા ખાઈ રહ્યો હતો. આ દરમિયાન તે વાઘના પાંજરામાં પડ્યો. ત્યારબાદ વાઘણે તેને મારી નાખ્યો.

તમને જણાવી દઈએ કે, આજ બિરસા જૈવિક ઉદ્યાનમાં નવેમ્બર 2018માં રામુ નામના હાથીએ મહાવત મહેન્દ્રને પટકી-પટકી મારી નાખ્યો હતો. મહેન્દ્રએ રામુ હાથીની 12 વર્ષ દેખભાળ કરી હતી. બે સહયોગીઓ સાથે ઈનક્લોઝરમાં ગએલા મહેન્દ્ર સિંહને રામુએ સુંઢથી પટકી-પટકી મારી નાખ્યો હતો, અને ઝાડીઓમાં ફેંકી દીધો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો