40 વર્ષ પછી દરેક મહિલાએ સ્વસ્થ રહેવા માટે ખાસ કરવા જોઈએ આ આસન, જાણો શું છે કારણ

દરેક વ્યક્તિએ સ્વસ્થ રહેવા માટે નિયમિત યોગાસન કરવા જોઈએ. યોગ કરવાથી શરીર સ્વસ્થ રહે છે અને સાથે જ ભવિષ્યમાં થનારી બીમારીની સંભાવના પણ ઘટી જાય છે. તેમાં પણ 40 વર્ષથી વધારેની ઉંમરની મહિલાઓએ તો સ્વસ્થ રહેવા માટે ખાસ યોગ કરવા જોઈએ. ચાલીસ વર્ષની વય પછી સ્ત્રીઓએ આ આસન જરૂરથી કરવા જોઈએ. આ આસન કરવાથી તેમના શરીરમાં કોઈ પણ પ્રકારની સમસ્યા થતી નથી.

સુખાસન

સુખાસન કરવાથી શારીરિક અને માનસિક શાંતિનો અનુભવ થાય છે. આ આસનને યોગની શરૂઆત કરતા પહેલાં કરવામાં આવે છે જેથી શ્વાસ લેવાની પ્રક્રિયાને નિયંત્રિત કરી શકાય. આ આસન કરવા માટે જમીન પર મેટ પાથરી તેના પર બેસો. આંખો બંધ કરી અને તમારી હથેળીઓને તમારા ઘૂંટણ પર રાખો અને એક ઊંડો શ્વાસ લો.

તાડાસન

આ આસન કરવા માટે જમીન પર પગ એક સાથે રાખી અને સીધા ઊભા રહો. હવે તમારા હાથ સીધા રાખી ઉપર તરફ લઈ જાઓ અને ઊંડા શ્વાસ લઈ આંખો બંધ કરો. થોડો સમય આ સ્થિતિમાં રહ્યા પછી શ્વાસ બહાર કાઢતી વખતે ધીમે ધીમે પહેલાંની સ્થિતિ પર પાછા ફરો.

ઉત્તાનાસન

આ આસન કરવા માટે પહેલા સીધા ઊભા રહો ત્યારપછી ઊંડો શ્વાસ લ્યો અને કમરના ઉપરના ભાગથી વળી અને પગના અંગૂઠાને સ્પર્શ કરવાનો પ્રયાસ કરો. થોડો સમય આ સ્થિતિમાં રહ્યા પછી શ્વાસ બહાર કાઢતી વખતે સામાન્ય મુદ્રામાં પાછા ફરો. આ આસન કરતી વખતે ધ્યાન રાખો કે તમારા ઘૂંટણ વાંકા ન વળે.

પોસ્ટ ગમે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો