મહેસાણામાં અકસ્માતમાં કાર તળાવમાં ખાબકતા ત્રણ શિક્ષકનાં મોત, એક વ્યક્તિનો બચાવ

મંગળવારે વહેલી સવારે પાંચોટ તળાવમાં એક કાર ખાબકી હતી. આ અકસ્માતમાં એક સાથે ત્રણ શિક્ષકો (Three teacher death Mehsana)નાં મોત થયા છે. કારમાં સવાર એક વ્યક્તિનો બચાવ થયો છે. અકસ્માતને પગલે એક મહિલા અને બે પુરુષનાં મોત થયા છે. અકસ્માત કેવી રીતે થયો તેના વિશે અલગ અલગ વાત સામે આવી રહી છે. એક દાવો એવો કરવામાં આવી રહ્યો છે કે વહેલી સવારે ડ્રાઇવર (Car driver)નો ઝોકું આવી જતાં કાર તળાવમાં ખાબકી હતી, જ્યારે બીજો દાવો એવો કરવામાં આવી રહ્યો છે કે કૂતરાને બચાવવા જતાં ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ (Control) ગુમાવી દીધી હતો અને કાર તળાવમાં ખાબકી હતી. આ બનાવમાં બચી ગયેલા વ્યક્તિને સારવાર માટે મહેસાણા સિવિલ હૉસ્પિટલ (Mehsana civil hospital) ખાતે ખસેડવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે મહેસાણાના પાંચોટ ખાતે એક કાર તળાવમાં પડી જતાં નોકરી પર જઈ રહેલા ત્રણ શિક્ષકનાં મોત થયા છે. કહેવાય છે કે કારની આડે કૂતરું આવી જતાં ચાલકે કાર પરથી કાબૂ ગુમાવ્યો દીધો હતો અને કાર રસ્તા પરથી તળાવમાં ખાબકી હતી. બનાવ બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી કરી હતી.

એવી માહિતી મળી રહી છે કે મહેસાણાથી દરરોજ ત્રણ શિક્ષક કારમાં નોકરી પર જતા હતા. મંગળવારે વહેલી સવારે પાંચોટ પાસે તેમની કાર તળાવમાં ખાબકી હતી. જે બાદમાં ડૂબી જવાથી ત્રણેય શિક્ષકોનાં મોત થયા હતા. મૃતકમાં એક મહિલા અને બે પુરુષ શામેલ છે.

કાર તળાવમાં ખાબકી હોવાની જાણ થતાની સાથે જ આસપાસના લોકો દોડી ગયા હતા. જોકે, કોઈને બચાવી શકાય ન હતા. લોકોએ જેસીબી મશીનની મદદથી કારને બહાર કાઢી હતી. ઘટના સ્થળે દોડી આવેલી પોલીસે તમામ મૃતદેહોનો પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યાં હતાં.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો