અમદાવાદમાં કોરોનાને કારણે સફાઈકર્મીનું મોત, મહામારી વચ્ચે પણ શહેરને સ્વચ્છ રાખનાર કોરોના વોરિયર્સ એવાં 3 સફાઈકર્મીઓએ ગુમાવ્યો જીવ

અમદાવાદમાં કોરોનાને કાળો કહેર વર્તાવ્યો છે. આવાં કપરાં સમયમાં પણ સફાઈકર્મીઓ પોતાના જીવનાં જોખમે શહેરને ચોખ્ખું રાખી રહ્યા છે. આપણે ડોક્ટરો અને પોલીસ જવાનોની થાળીઓ અને તાળીઓ વગાડી સન્માન આપ્યું હતું. પણ સફાઈકર્મી પણ એટલાં જ સન્માનનાં પાત્ર છે. અમદાવાદમાં આજે એક સફાઈકર્મી કોરોના સામેની જંગ હારી ગયો હતો. અમદાવાદમાં કોરોનાને કારણે કુલ 3 સફાઈકર્મીઓ મોતને ભેટ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

કોરોના મહામારીના વચ્ચે અમદાવાદમાં જ્યાં મોટાભાગનાં લોકો ઘરે બેસી રહ્યા છે. તેવામાં આવા સમયમાં પણ શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી સફાઈકર્મીઓ બખૂબી બજાવી રહ્યા છે. પોતાના જીવનું જોખમ હોવા છતાં પણ સફાઈકર્મી કોરોના વોરિયર્સ બનીને હાથમાં ઝાડું લઈને શહેરની સફાઈ કરવા માટે રસ્તા પર ઉતરી આવે છે. પણ ડોક્ટર અને પોલીસની જેમ આ સફાઈકર્મીઓને પણ કોરોના પોતાનો ભોગ બનાવી રહ્યું છે.

અમદાવાદના વિરાટનગરમાં એક સફાઈકર્મીનું કોરોનાને કારણે મોત નિપજ્યું હતું. અગાઉ બે સફાઈકર્મીઓનાં પણ કોરોનાને કારણે મોત નિપજ્યા હતા. આમ અમદાવાદમાં જ કુલ 3 સફાઈકર્મીઓનાં કોરોનાને કારણે મોત નિપજ્યા છે. જીવનું જોખમ હોવા છતાં સફાઈકર્મીઓને સુરક્ષા માટેનાં કોઈ ખાસ ઉપકરણ ન અપાતાં હોવાની પણ ફરિયાદ ઉઠી છે. ત્યારે જેમ પોલીસ કર્મીઓ માટે ખાસ પીપીઈ સુટ આપવામાં આવ્યા છે. લારી અને ફેરિયાવાળાઓને પણ મફતમાં માસ્ક અને સેનિટાઈઝર આપવામાં આવે છે. ત્યારે શહેરને સ્વચ્છ રાખતાં આ સફાઈકર્મીઓ માટે પણ સરકારે વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. કોરોના સામેની જંગમાં તેઓ પણ ડોક્ટર અને પોલીસ જેટલો જ ભાગ ભજવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો