અમદાવાદના ગોતા બ્રિજ પર બે કાર વચ્ચે મોટો અકસ્માત, કાર-જીપ અથડાતા બે પોલીસકર્મી સહિત 3 લોકો ઈજાગ્રસ્ત

શહેરના એસ.જી.હાઈવે પર ગોતા બ્રિજ ઉપર સોમવારે બપોરના સુમારે ટ્રાફિક પોલીસના ASIની કાર અને બોલેરો જીપ ટકરાતાં બે પોલીસકર્મી સહીત ત્રણ વ્યક્તિ ઘાયલ થઈ હતી. અકસ્માત સર્જનાર પોલીસકર્મી હોવાથી તેણે બચાવવા માટે સોલા પોલીસે ભરપૂર ધમપછાડા કર્યા હતા. આખરે છ કલાક બાદ ASI સામે ગુનો નોંધાયો હતો.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

એસ.જી.હાઈ-વે ૧ ટ્રાફિક પોલીસ સ્ટેશનના ASI વિનોદભાઈ બપોરના સુમારે કાર લઈને જમવા માટે વૈષ્ણોદેવી સર્કલ તરફ જઈ રહ્યા હતા. દરમિયાન ગોતા બ્રિજ ઉપર સહજાનંદર ટ્રાવેલ્સની ONGCમાં કોન્ટ્રાક્ટ પર ભાડે મૂકેલી જીપ ચાંદખેડા ONGCથી કારગિલ પેટ્રોલપંપ તરફ આવી રહી હતી. એ સમયે ASIએ પોતાની કાર પૂરઝડપે હંકારી રહ્યા હતા.

તે દરમિયાન સ્ટિયિરંગ પરનો કાબૂ ગુમાવતાં કાર ડીવાઈડર કૂદીને સામેથી આવતી બોલેરો જીપ સાથે ટકરાઈ હતી. આ અકસ્માતમાં ASI તેમજ તેમની સાથેનો એક પોલીસ કર્મી તેમજ ONGC જીપના ચાલકને પણ ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ જીપચાલક ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે ગયો હતો.

જો કે, ઉલટા ચોર કોટવાલ કો દંડે તેમ ટ્રાફિક પોલીસે ASI સામે ફરિયાદ ન નોંધાય તે માટે પીઆઈ ડામોરે ભારે ધમપછાડા કર્યા હતા અને પોલીસકર્મીને બચાવવા પ્રયત્નો કર્યા હતા. આખરે ONGCના અધિકારીઓએ ઉચ્ચ પોલીસ અધિકારીને ફરિયાદ માટે રજૂઆત કરતાં છ કલાક બાદ ASI સામે ગુનો દાખલ કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો