ખારી ગામમાં પગ લપસતાં પુત્રી તળાવમાં ડૂબી, બચાવવા જતા માતા અને પુત્ર તળાવામાં ડૂબી ગયાં, એક જ પરિવારના ત્રણના મોતથી નાનકડા એવા ગામમાં શોક છવાયો

ન જાણ્યું જાનકી નાથે સવારે શું બનવાનું છે. બે –ત્રણ દિવસ પહેલાં જ પાલિતાણા તાલુકાના વીરપુર ગામે એક જ ઘરના ત્રણ-ત્રણ બાળકો ડૂબી જવાથી તેમના મોત નિપજયા હતા. આ મોત બાદ સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી અને આ ઘટના હજી લોકમાનસમાંથી ભુંસાઇ નથી ત્યાં આજે સિહોર તાલુકાના ખારી ગામે યમરાજાએ એક જ ઘરના ત્રણ –ત્રણ સભ્યોને કાળનો કોળિયો બનાવી દેતા નાના એવા ખારી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

પગ લપસી જતાં ત્રણેયના મોત

આ સમગ્ર ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ સિહોર તાલુકાના ખારી ગામે રહેતા નરેશભાઇ જહાભાઇ રાઠોડની પત્ની નયનાબેન તેમની દીકરી માયાબેન (ઉ.વ.4) અને દીકરો લાલજી(ઉ.વ. 9 માસ)ને લઇને ખેતરેથી ગામમાં જતા હતા. તેવામાં વાડીની બાજુમાં આવેલ તળાવની પાળ પરથી તેમની દીકરી માયાનો પગ લપસી જતાં તે તળાવમાં ગરકાવ થઇ ગયેલ. દીકરી પાણીમાં ડૂબવા લાગતા પોતે તેડેલ લાલજીની સાથે માતા નયનાબેન દીકરીને બચાવવા માટે તળાવ પાસે ગઇ હતી. તેનો પણ પગ લપસી જતાં માતા નયનાબેન અને દીકરો લાલજી પણ પાણીમાં ડૂબી ગયાં હતાં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો