ઉનામાં દુઃખદ ઘટના સામે આવી: તળાવમાં ડૂબતા પિતાને બચાવવા જતાં બે પુત્રો સહિત ત્રણેયના પાણીમાં ડૂબવાથી મોત

ગીર-સોમનાથના ઉનામાં એક દુઃખદ ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક જ પરિવારના ત્રણ સભ્યોના પાણીમાં ડૂબવાના કારણે મોત થયા છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે ત્રણ લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. પાણીમાં ગરકાવ થયેલા ત્રણેય લોકોને શોધવા માટે ફાયરના જવાનોએ અડધી કલાક સુધી ભારે જાહેમદ ઉઠાવી હતી. અડધી કલાક બાદ ત્રણ લોકોના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. તો ઘટનાને પગલે ગામના લોકો પણ ઘટના સ્થળ પર એકઠા થઇ ગયા હતા. એવી પણ માહિતી સામે આવી રહી છે કે ઘટનામાં જેમના મોત થયા છે તે ત્રણેય લોકો માલધારી પરિવારના હતા અને તેઓ તળાવના કિનારે ઘેટા ચરાવી રહ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

રિપોર્ટ અનુસાર ગીર સોમનાથના ઉનાના ઠીકરીયા ખારા વિસ્તારમાં એક તળાવ આવેલું છે અને આ તળાવના કિનારે એક માલધારી વ્યક્તિ તેના ઘેટા ચરાવી રહ્યો હતો. ઘેટા ચરાવતા ચરાવતા જમીન પરથી પગ લપસતા માલધારી વ્યક્તિ તળાવમાં પડી ગયો હતો. તે તળાવમાં ડૂબવા લાગ્યો હતો. જોકે આ વાતની જાણ તળાવમાં પડી ગયેલા વ્યક્તિના બંને પુત્રોને થતાં તેઓ બંને પિતાને બચાવવા માટે તળાવની અંદર કૂદ્યા હતા.

પિતાને બચાવવા પડેલા બંને યુવકો પણ તળાવમાં ડૂબવા લાગ્યા હતા. આ ઘટનાની જાણ ગામ લોકોને થતાં તેમને તાત્કાલિક ફાયર વિભાગને માહિતી આપી હતી. તેથી ફાયર ફાયટરો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને તેમને તળાવમાં ડૂબેલા પિતા અને બે પુત્રોની શોધખોળ શરૂ કરી હતી. ફાયરના જવાનોએ અડધી કલાક સુધી ભારે જહેમત ઉઠાવીને તળાવમાંથી પિતા અને બે પુત્રોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. તો ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

તળાવમાં ડૂબી એક જ પરિવારના ત્રણ લોકોના મોત થતા પરિવારના અન્ય સભ્યોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસે ઘટનાની તપાસ બાદ ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનાને પગલે ઠીકરીયા ખારા વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો