કોરોનાથી ઉનામાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત, પહેલા પુત્ર, પછી પિતા અને બાદમાં માતાને કોરોના ભરખી ગયો

કોરોના મહામારીએ અનેક પરિવારનો માળા વિખેરી નાખ્યા છે. તો કેટલાક પરિવારો એવા પણ છે કે, જેઓના ક્યારેય ના રુઝાય તેવા કોરોનાએ ઘા આપ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના ઉનાના એક પરિવારમાં એક જ મહિનામાં ત્રણ ત્રણ લોકોના કોરોનાના કારણે નિધન થતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે. એક મહિનાના ગાળામાં પહેલા યુવાન પુત્રનું બાદમાં તેના પિતાનું અને પછી તેના માતાનું કોરોનાના કારણે નિધન થયું છે.એક બાદ એક ત્રણ લોકોએ અનંતની વાત પકડી લેતા ઉનાનો લોહાણા પરિવાર શોકમાં ગરકાવ થયો છે.

મુળ કોડીનાર તાલુકાના જીયલા ગામના વતની રઘુવંશી લોહાણ વેપારી કિશોરભાઈ કુરજીભાઈ પોપટએ વ્‍યવસાથ અર્થે 48 વર્ષથી નજીકના તાલુકામથક ઉના ખાતે રહેતા હતા. ઉનાના ટાવર ચોક નજીક હાર્દિક બ્રોર્કસ નામની પેઢી દ્વારા ખેત-પેદાશની તમામ ચીજો-વસ્‍તુઓની દલાલીનો વ્યવસાય કરતા હતા. તેમની તાલુકા મથકે હોવાથી ઉના-કોડીનાર તાલુકાના ખેડૂતવર્ગ સાથે વેપારીવર્ગમાં પ્રતિષ્‍ઠા ઘરાવતા હોવાની સાથે સુખી-સંપન જીવન જીવતા હતા.

એક મહિનાના ગાળામાં માતા-પિતા અને પુત્રનું
નિધનદરમિયાન 25 દિવસ પહેલા લોહાણા સમાજના વેપારી કિશોરભાઈ કુરજીભાઈ પોપટના પરીવાર ઉપર કોરોનાએ કહેર વર્તાવવાની શરૂઆત કરી હોય તેમ પ્રથમ તેમનો યુવાન પુત્ર હાર્દીક (ઉ.વ.38) કોરોનાની ચેપટમાં આવ્‍યા બાદ સારવાર અર્થે વેરાવળમાં હોસ્‍પીટલમાં દાખલ થયેલ જેનું સારવાર દરમિયાન તા.30 એપ્ર‍િલના રોજ અવસાન થયુ હતુ. તેની સારવાર દરમ્‍યાન કોરોનાગ્રસ્‍ત બનેલા તેમના પિતા કિશોરભાઇ (ઉ.વ.64) પણ વેરાવળની કોવિડ હોસ્‍પીટલમાં સારવાર લઇ રહેલ અને તેમનું 5-5-21 ના રોજ અવસાન થયુ હતુ. ટુંકા દિવસોમાં જ પિતા-પુત્રના અવસાનથી શોકમાં ડુબેલ પરીવાર હજુ બહાર આવે તે પહેલા મોભી હંસાબેન (ઉ.વ.62) પણ કોરોનામાં સંપડાયેલ અને તેઓ ભાવનગર ખાતે સારવાર લઇ રહેલ દરમ્‍યાન ગઇકાલે તા.25 ના રોજ તેમનું પણ અવસાન થતા પરીવાર પર આભ ફાટયા જેવી સ્‍થ‍િતિ સર્જાય હતી.

પરિવારનો એક સભ્યો હાલ પણ સારવાર હેઠળ
25 દિવસના ટુંકાગાળામાં જ કોરોનાએ પુત્ર-પિતા બાદ માતાનો પણ ભોગ લેતા પોપટ પરીવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. હજુ પણ આ પરીવારનો એક સભ્‍ય કોરોનાગ્રસ્‍ત હોય જે ભાવનગર સારવારમાં છે જેની તબીયત સુઘારા પર હોવાનું જાણવા મળેલ છે. ટુંકા સમયમાં જ રઘુવંશી પરીવારની છત સમાન બે મોભીઓ અને યુવાન પુત્રની અણઘારી વિદાયથી હિંમત હારી ગયેલા પોપટ પરીવારએ ટેલીફોનિક બેસણું બંધ રાખ્યું હોવાનું જાહેર કરી પ્રભુને પ્રાર્થના કરવા જણાવેલ હતુ.

કોરોનાકાળમાં કંપારી છોડાવતા અનેક કીસ્‍સાઓ રોજ સામે આવી રહયા છે. એવા સમયે રાજયના છેવાડાના શહેર ઉનાના લોહાણા સમાજના પ્રતિષ્‍ઠીત સુખી સંપન્‍ન પોપટ પરીવાર ઉપર કોરોના નામનો કાળ ઉતરી આવી બે મોભીઓ અને યુવાન પુત્રનો ભોગ લઇ લેતા પરીવાર છીન્ન-ભીન્ન થઈ ગયાની સ્‍થ‍િતિથી નજીકના સંબંઘીઓ અને લોહાણા સમાજમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો