સુરત જિલ્લાના ડાભા ગામના પિતા-પુત્ર સહિત 3 લોકોના અમેરિકામાં દરિયામાં ડૂબવાથી મોત

સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં ડાભા ગામ આવેલું છે. આ ડાભા ગામમાં રહેતા આહીર પરિવારના સભ્યો 10 વર્ષ પહેલા અમેરિકામાં સ્થાયી થયા હતા. આ પરિવારના સભ્યો વિકેન્ડ હોવાના કારણે પાનામાના દરિયા કિનારે ફરવા માટે ગયા. પણ દરિયામાં ડૂબવાના કારણે પિતા-પુત્ર સહિત આહીર સમાજના ત્રણ લોકોના અવસાન થયા છે.

રિપોર્ટ અનુસાર સુરતના પલસાણા તાલુકાના ડાભા ગામમાં રહેતા દીપક આહીર નામના વ્યક્તિ 10 વર્ષ પહેલા રોજગાર માટે અમેરિકા ગયા હતા. ત્યારબાદ તેઓ પરિવારના સભ્યોની સાથે ત્યાજ શિફ્ટ થઇ ગયા હતા. દીપક આહીર વિકેન્ડ હોવાના કારણે પરિવારના સભ્યો અને અન્ય એક સંબંધી જીતેન્દ્ર આહીરની સાથે પનામાના દરિકા કાંઠે ફરવા માટે ગયા હતા. મહત્ત્વની વાત છે કે, દીપક આહીર અને તેમના પરિવારના સભ્યો વિકેન્ડના દિવસે એટલે કે ડર રવિવારે નિયમિત બીચ પર જતા હતા.

દીપક આહીર અને જીતેન્દ્ર આહીર પરિવારના સભ્યોની સાથે જ્યારે બીચ પર ફરવા માટે ગયા હતા તે સમયે જીતેન્દ્ર આહીરનો પુત્ર જશ અને દીપક આહીરનો દીકરો સ્મિત દરિયામાં સ્વિમિંગ કરી રહ્યા હતા. ત્યારબાદ પાણીના એક વિશાળ મોજામાં ફસાઈ ગયા અને પાણીમાં ડૂબવા લાગ્યા હતા. સ્મિત અને જશને ડૂબતો જોઈએ જીતેન્દ્ર આહીર અને દીપક આહીર પણ પાણીમાં કૂદી પડ્યા હતા. પણ દરિયામાં પાણીનું વહેણ વધારે હોવાના કારણે જીતેન્દ્ર આહીર, દીપક આહીર અને સ્મિત આહીર પાણીમાં ડૂબવા લાગ્યા હતા. તો બીજી તરફ જશ આહીર મહામહેનતે કિનારે સુરક્ષિત પહોંચવામાં સફળ થયો હતો.

તો બીજી તરફ ત્રણ લોકો દરિયાના પાણીમાં ડૂબતા હોવાની જાણ રેસ્ક્યુ ટીમને તે ઘટના સ્થળ પર પહોંચી હતી. રેસ્ક્યુ ટીમ દ્વારા દરિયામાં દીપક આહીર, જીતેન્દ્ર આહીર અને સ્મિત આહીરની શોધખોળ કરવામાં આવી હતી. તે સમયે રેસ્ક્યૂ ટીમને દીપક આહીર અને તેના પુત્ર સ્મિત આહીરનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ અમુક કલાકોની શોધખોળ બાદ જીતેન્દ્ર આહીરનો મૃતદેહ પણ પાણીમાંથી મળી આવ્યો હતો. આહીર પરિવારના ત્રણ લોકોના મોતને લઇને પરિવારના સભ્યો શોકમાં ગરકાવ થઇ ગયા હતા.

આ ઘટનાને લઇને સુરતના પલસાણાના ડાભા ગામમાં રહેતા દીપક આહીરના પરીવારના સભ્ય હસમુખ આહિરે જણાવ્યું હતું કે, દીપક આહીર અને તેનો પરિવાર અમેરિકામાં રહેતા અને ત્યાં જ ધંધો કરતા હતા અને તેઓ રવિવારે નિયમિત પરિવારના સભ્યોની સાથે બીચ પર જતા હતા. આ ઘટનાને લઇને ડાભા ગામમાં રહેતા આહીર પરિવારના સભ્યો, સગાસંબધીઓ અને મિત્રોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ ઘટનામાં મૃત્યુ પામનાર દીપક આહીરની ઉંમર 47 વર્ષ, જીતેન્દ્ર આહીરની ઉંમર 40 વર્ષ અને સ્મિત આહીરની ઉંમર 24 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો