એક અઠવાડિયામાં જ રાજકોટમાં બીજો સામૂહિક દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો: પરિણીતાને કેટરીંગનાં કામના બહાને ફ્લેટમાં બોલાવીને દુષ્કર્મ આચર્યું

રાજકોટ શહેરમાં એક અઠવાડીયાની અંદર બીજી દુષ્કર્મની ઘટના સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. રાજકોટમાં ગ્રીન લેન્ડ ચોકડી પાસે પરિણીતા સાથે ત્રણ શખ્સે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનામાં મહિલાને કામ અર્થે બોલાવી પરિણીતા પર સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ ઘટનામાં નટુ સોજીત્રા તથા અન્ય બે શખ્સો પર બળાત્કારનો આરોપ લગાવવામાં આવ્યો છે. સમગ્ર ઘટના બાબતે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. રાજકોટની બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ગ્રીનલેંડ ચોકડી પાસે સામૂહિક દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ગ્રીન લેન્ડ ચોકડી પાસે પરિણીતાને રાજકોટ કેટરીંગનાં કામ અર્થે બોલાવવામાં આવી હતી. ત્રણ વ્યક્તિઓએ મહિલાને કેટરીંગનાં કામ માટે બોલાવી હતી તે તેને એક ફ્લેટ પર લઇ ગયો હતો. ફ્લેટ પર લઇ ગયા બાદ તેને તેના અન્ય મિત્રોને ફોન કરી ફ્લેટ પર બોલાવ્યા હતા. જે બાદ તેની ધાક ધમકી આપી એક બાદ એક તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

નરાધમઓથી છુટકારો મળતાં મહિલાએ શહેરની સિવિલ હોસ્પિટલ પાસે આવી અભયમની ટીમને જાણ કરી હતી. જે બાદ અભ્યમની ટીમ તે પીડિતાને લઈ શહેરની મહિલા પોલીસ સ્ટેશને પહોંચીને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. હાલ પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે.

અત્રે ઉલ્લખનીય છે કે, રાજકોટ જીલ્લાની અંદર પણ સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. ચાર દિવસ પહેલા નોંધાયેલી ફરિયાદમાં હજુ પણ કોઇ પોલીસ કાર્યવાહી થઈ નથી. ભાજપ અગ્રણી સહિત તેના બંને મિત્રો હજુ પણ પોલીસ પકડથી દૂર છે. ત્યારે સવાલ તો એ થાય છે કે, આખરે આરોપીઓને પકડવામાં પોલીસ શા માટે નિષ્ક્રિય થઈ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો