ઓસ્ટ્રેલિયામાં ત્રણ ગુજરાતી યુવાનોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું, જો જીતશે તો ગુજરાતીઓ માટે ભવિષ્યમાં પાર્લા.ના દરવાજા ખૂલશે..

ઓસ્ટ્રેલિયામાં વિક્ટોરીયા રાજ્યની લોકલ કાઉન્સિલની ચૂંટણીમાં ત્રણ ગુજરાતીઓએ ઝંપલાવ્યું છે. મૂળ ગુજરાતના અને વિંધમ સિટીમાં સ્થાયી થયેલા ઉત્સાહી અને ગુજરાતી સમાજમાં પ્રતિષ્ઠિત કેતન પટેલ, કપિલ ઠક્કર અને ઘનશ્યામ રામાણી ચૂંટણી લડી રહ્યા છે અને સમગ્ર એનઆરઆઈ સમાજ આ યુવાનોની પડખે છે.

આ ત્રણ યુવાનોએ ઓસ્ટ્રેલિયાના રાજકારણમાં ડગ માંડ્યા છે તે ગુજરાત માટે ગૌરવની વાત છે. જો લોકલ કાઉન્સિલમાં ગુજરાતીઓ બાજી મારશે તો એક સારી શરૂઆત ગણાશે અને ભવિષ્યમાં ગુજરાતી સમાજ માટે ઓસ્ટ્રેલિયાની પાર્લામેન્ટના દરવાજા ખુલશે અને ગુજરાતીઓને લાભ થશે.

હાલ કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈને ઓસ્ટ્રેલિયામાં તમામ પ્રકારના ચૂંટણી પ્રચાર વર્ચ્યુઅલી થઈ રહ્યો છે. લોકલ કાઉન્સિલની ચૂંટણીમાં રસપ્રદ બાબત એ છે કે, કોરોનાની મહામારીને કારણે ફક્ત પોસ્ટલ બેલેટથી જ ચૂંટણી યોજાશે. ઓક્ટોબરના પ્રારંભમાં પોસ્ટલ બેલેટનું વિતરણ કરાશે અને તા. 23 ઓક્ટોબરે તમામ મતદારોનું ભાવિ પોસ્ટલ બેલેટમાં સીલ થઈ જશે.

તા. 3 નવેમ્બરના રોજ લોકલ ઈલેક્શનનું પરિણામ જાહેર કરાશે. ઓસ્ટ્રેલિયામાં સ્થાનિક સ્તરે નીતિવિષયક નિર્ણયો લેવામાં લોકલ કાઉન્સિલની ભૂમિકા મહત્વપૂર્ણ હોય છે. આમ, જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત ઉક્તિ સાર્થક બની રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો