લાલબત્તી સમાન કિસ્સો: ત્રણ યુવતીઓ એકલા રહેતા વૃદ્ધના ઘરમાં ઘૂસી ગઈ અને કપડાં ઉતારી વીડિયો બનાવીને પાંચ લાખ રૂપિયા માંગ્યા

હરિયાણા રાજ્યના યમુનાનગર જિલ્લામાં પોલીસે ત્રણ યુવતી (Yamunanagar three girls arrest)ની ધરપકડ કરી છે. આ યુવતીઓએ એક વૃદ્ધને બ્લેકમેઇલ (Blackmailing of old man) કર્યાં હતા. ત્રણેય યુવક એક વૃદ્ધના ઘરમાં ઘૂસી ગઈ હતી અને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી. જે બાદમાં વૃદ્ધના કપડાં ઉતરાવ્યા હતા અને તેનો વીડિયો (Video) બનાવી લીધો હતો. વીડિયોના આધારે ત્રણેય વૃદ્ધને બ્લેકમેઇલ કરી હતી. ત્રણેય યુવતીઓએ વૃદ્ધ પાસેથી 50 હજાર રૂપિયા પડાવી લીધા હતા. જે બાદમાં વધારે પાંચ લાખ રૂપિયાની માંગણી કરી હતી. જે બાદમાં વૃદ્ધે યમુનાનગર પોલીસ (Yamunanagar police)ને જાણકારી આપી હતી. પોલીસે છટકું ગોઠવીને ત્રણેય યુવતીને પકડી પાડી હતી.

યમુનાનગર પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ સુખબીર સિંહે જણાવ્યુ કે, ન્યૂ હમીદા કૉલોની નિવાસી પીડિત પોતાના ઘરે એકલા રહે છે. વૃદ્ધે ફરિયાદ આપી છે કે તેમના ઘરે એક મહિલા આવી હતી અને પોતાને કામ પર રાખવાની વાત કરી હતી. પાંચ મિનિટ પછી અન્ય બે મહિલા તેના ઘરમાં ઘૂસી હતી. આ બંને મહિલા પોતાને પોલીસ જણાવી રહી હતી. બંને વૃદ્ધને ધમકાવવા લાગી હતી. આરોપ છે કે આ દરમિયાન મહિલાઓએ વૃદ્ધના બધા કપડાં ઉતારી નાખ્યા હતા અને તેનો વીડિયો બનાવી લીધો હતો. જે બાદમાં વૃદ્ધને બ્લેકમેઇલ કરવામાં આવ્યા હતા. ફરિયાદ બાદ પોલીસે ત્રણેય મહિલાની ધરપકડ કરી લીધી છે.

વિદેશમાં રહે છે વૃદ્ધનો દીકરો
પીડિત વૃદ્ધનો દીકરો વિદેશમાં રહે છે. એક દીકરીના લગ્ન થઈ ગયા છે. આથી વૃદ્ધ ઘરે એકલા જ રહે છે. જમવાનું બનાવવા માટે તેમના ઘરે એક મહિલાને રાખવામાં આવી છે. જે દરરોજ જમવાનું બનાવીને ઘરે ચાલી જાય છે. ચાર-પાંચ દિવસ પહેલા વૃદ્ધને એક મહિલાએ ફોન કર્યો હતો અને ઘરકામ માટે નોકરીએ રાખવાની વાત કરી હતી. જોકે, વૃદ્ધે મહિલાને મનાઈ કરી દીધી હતી. સોમવારે બપોરે આશરે ત્રણ વાગ્યે વૃદ્ધની નોકરાણી જમવાનું બનાવી રહી હતી, જ્યારે વૃદ્ધ જમી રહ્યા હતા. આ દરમિયાન એક મહિલા ઘરમાં આવી હતી અને તેણીને કામ આપવાનું કહેવા લાગી હતી. વૃદ્ધે મનાઈ કરી દીધી હતી.

ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી
આ દરમિયાન અન્ય બે યુવતી ઘરમાં ઘૂસી આવી હતી. યુવતીઓએ પોલીસ તરીકે ઓળખ આપીને વૃદ્ધને પકડી લીધા હતા. ત્યારબાદ બળજબરીથી વૃદ્ધના કપડાં ઉતાર્યાં હતા અને વીડિયો બનાવ્યો હતો. વૃદ્ધની અનેક વિનંતી છતાં ત્રણેય માની ન હતી. ત્રણમાંથી એક યુવતીએ ધમકી આપી હતી કે તેણી તેમને ખોટા કેસમાં ફસાવી દેશે અને જેલ મોકલી દેશે. આ ઉપરાંત વીડિયો વાયરલ કરવાની પણ ધમકી આપવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો