તેર વર્ષ પૂર્વે હેલ્મેટ મામલે જેલભરો આંદોલન કરનાર ફરી મેદાને, રાજકોટમાં હેલ્મેટ-સીટ બેલ્ટના કાયદા સામે ત્રણ દિવસીય સત્યાગ્રહ

ટ્રાફિક નિયંત્રણ માટે કેન્દ્ર સરકારે નવા પસાર કરાયેલા કાયદામાં દંડની રકમમાં અનેકગણો વધારો કરી દેવાતા લોકોમાં ગણગણાટ શરૂ થયો છે. ફરજિયાત હેલ્મેટ અને સીટ બેલ્ટના વિરોધમાં આગામી તા.7થી ત્રણ દિવસ સુધી રાજકોટમાં સત્યાગ્રહ યોજાશે.

જરૂર પડશે તો હાઇકોર્ટના દરવાજા ખખડાવશે

રાજકોટ મતદાર એકતા મંચના મુખ્ય સંયોજક અશોક પટેલે જણાવ્યું હતું કે, આગામી તા.6 થી 9 સુધી સવારના 9 થી સાંજના 7 સુધી જિલ્લા પંચાયત ચોકમાં પોલીસ કમિશનર કચેરીની સામે સત્યાગ્રહ ‘ધરણા’ કરવામાં આવશે. ચોકમાંથી પસાર થતાં વાહનચાલકો પાસેથી ફરજિયાત હેલ્મેટ અને સીટબેલ્ટના કાયદાના વિરોધમાં તેમની સહમતી અને સામેલગીરીની સહિઓ કરાવીને ઝુંબેશ કરવામાં આવશે અને તે સહિનો ઉપયોગ કરી જરૂર પડ્યે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવશે. વર્ષ 2005-06માં રાજકોટ શહેરમાં હેલ્મેટ ફરજિયાતની જાહેરાત થઇ હતી ત્યારે અશોકભાઇ પટેલ સહિત 30 નાગરિકોએ સવિનય કાનૂન ભંગની લડત લડી આઠ-આઠ દિવસ સુધી જેલ પણ ભોગવી હતી. ફરીથી સરકારે હેલ્મેટ ઝુંબેશ શરૂ કરતા તેની સામે લડતનું રણશિંગું ફૂંકવામાં આવ્યું હતું. આ લડતમાં ઇન્દ્રનીલભાઇ રાજ્યગુરૂ, વેલજીભાઇ દેસાઇ, લલીતભાઇ જાની સહિતના આગેવાનો પણ જોડાશે.

પોસ્ટ ગમે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો