મહીસાગરના ધૈર્યરાજને બચાવવા 22 કરોડની જરૂર: ભામાશાઓએ ખુલ્લા દિલે દાન કરતા ત્રણ કરોડ એકઠા થયા

મહીસાગર જિલ્લાના ખાનપુર (Khanpur) તાલુકાનો ત્રણ મહિનાનો ધૈર્યરાજ (Dhairyaraj ) ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે. લોકો મદદે આવે તે માટે ખાસ મુહિમ ઉઠાવવામાં આવી રહી છે. ટીવીના માધ્યમથી ગુજરાતના ખૂણે ખૂણે ધૈર્યરાજને બચાવવા મેસેજ પહોંચાડવામાં આવી રહ્યો છે ત્યારે આનંદની વાત એ છે કે ધૈર્યરાજના ખાતામાં અત્યારસુધી ત્રણ કરોડ (3 crore rupees) જેટલી રકમ જમા થઈ છે. ધૈર્યરાજ માટે લોકો દિલ ખોલીને દાન (Donation) આપી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના કાનેસર ગામના એક મધ્યમવર્ગીય પરિવારમાં એક ત્રણ માસનો બાળક ગંભીર બીમારીનો શિકાર બન્યો છે. આ અંગે દેશ અને ગુજરાતના ખૂણે ખૂણેથી દાન સ્વરૂપે માતબર રકમ મળી રહે તે હેતુથી ખાસ મુહિમ ઉઠાવી છે.

ટીવીના અહેવાલને પગલે ભારત તેમજ ગુજરાતના ખૂણે ખૂણેના ભામાશાઓ દાન આપવા માટે આગળ આવ્યા છે. હાલ બાળકના ખાતામાં ત્રણ કરોડ રૂપિયા જેટલી રકમ એકઠી થઈ છે. આજે મહીસાગર જિલ્લાના યુવાનો દ્વારા મહાશિવરાત્રિના પર્વ નિમિતે ધૈર્યરાજનું બેનર તેમજ દાન પેટી બનાવી જિલ્લાના છ તાલુકાઓમાં આવેલા મહાદેવના મંદિરો ખાથેથી દાન ઊઘરાવવામાં આવી રહ્યું છે.

ધૈર્યરાજને વધુમાં વધુ મદદ મળી રહે અને ઝડપથી તે રોગમુક્ત થાય તેવી આશા સાથે જિલ્લાના યુવાનો પણ મુહિમ ચલાવી રહ્યા છે. બીજી તરફ ધૈર્યરાજની સારવાર માટે લુણાવાડાના ધારાસભ્ય જિગ્નેશભાઈ સેવકે પણ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી અને નાણાં મંત્રીને મદદ કરવા અંગે લેખિતમાં રજુઆત કરી છે.

ધૈર્યરાજ જે ગંભીર બીમારીમાં સપડાયો છે તેનું નામ એસ.એમ.એ-1 એટલે (Spinal Muscular Atrophy Fact Sheet) તરીકે ઓળખાય છે. આ બીમારીની સારવાર માટે 22 કરોડ રૂપિયાના ઇન્જેક્શનની જરૂર છે જેને અમેરિકાથી મંગાવવું પડશે. જોકે, માતા-પિતા મધ્યમવર્ગના હોવાથી પોતાના કૂમળા ફૂજ જેવા બાળક માટે લોકો અને સંસ્થાઓ પાસે પૈસાની મદદ કરવા માટે અપીલ કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો