પાર્કિંગમાં એમ્બ્યુલન્સને સતત હલતી જોઈને લોકોને ગઈ આશંકા, તપાસ કરી તો સામે આવી શરમજનક ઘટના

કોરોના વાયરસના કપરા કાળમાં એમ્બ્યુલન્સ આવવામાં થતા વિલંબની હાલાકી દરેકે જોઈ કે ભોગવી હશે. મહામારીના આ સમયમાં એમ્બ્યુલન્સમાં કોઈ કામલીલા કરતું ઝડપાય તો? ઉત્તર પ્રદેશના વારાણસીમાંથી આ ઘટના સામે આવી છે. જેમાં એક એમ્બ્યુલન્સમાં કામલીલા ચાલું હતી. રામનગર પોલીસ સ્ટેશનની હદમાં આવતા એક વિસ્તારમાંથી આ ઘટના બની છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સુજાબાદ ચૌકી વિસ્તારમાં ત્રણ યુવકો અને એક યુવતી એમ્બ્યુલન્સમાં કામલીલા કરતા હતા. પોલીસે આ ચારેય વ્યક્તિઓની ધરપકડ કરી છે અને એમ્બ્યલન્સ પણ જપ્ત કરી લીધી છે. પોલીસે આ કેસમાં કાયદેસરના પગલાં લઈ જેલભેગા કર્યા છે. આ ઘટના ત્યારે બની જ્યારે સુજાબાદ પોલીસ ચોકી નજીક એક સુમસાન વિસ્તારમાં લોકોએ એક પાર્ક કરેલી એમ્બ્યુલન્સ શંકાસ્પદ રીતે હલતા જોઈ હતી. એક લાંબા સમયા બાદ જ્યારે એમ્બ્યુલન્સ એ જગ્યાએથી દૂર ન થઈ ત્યારે સ્થાનિકોને આશંકા ગઈ. પોલીસને બોલાવીને જયારે તપાસ કરાવી ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી હતી. આ બંધ એમ્બ્યુલન્સમાંથી પોલીસે ત્રણ યુવક અને એક યુવતીને બહાર કાઢી હતી. ત્યાર બાદ ચારેયને રામનગર પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા.

આ તમામ સામે જાહેર સ્થળ પર આવી હરકત કરવા બદલ ગુનો નોંધીને કાર્યવાહી કરી છે. આ ઉપરાંત પોલીસે એ એમ્બ્યુલન્સ પણ જપ્ત કરી લીધી છે. આ કેસ અંગે કોતવાલી સર્કલ ACP પ્રવિણસિંહે જણાવ્યું હતું કે, ચારેય સામે જાહેરમાં બીભત્સ કામ કરવા બદલ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ એમ્બ્યુલન્સ મંડુઆડીહ વિસ્તારની ગંગા સેવા સદન નામની એક ખાનગી હોસ્પિટલની છે.

જે એક યુવકને ભાડે ચલાવવા માટે આપી હતી. આ સિવાય પણ આ હોસ્પિટલ સામે અન્ય પણ કેટલીક ફરિયાદ અને અનિયમિતતા સામે આવી છે. જેની તપાસ અત્યારે ચાલું છે. પહેલા તો લોકોને ખ્યાલ જ ન આવ્યો કે, આવા સુમસાન વિસ્તારમાં એમ્બ્યુલન્સ શા માટે પડી છે. પણ એક લાંબા સમય સુધી તે ત્યાં જ પડી રહી એટલે લોકોને આશંકા ગઈ. લોકોને એટલા માટે આશંકા ગઈ કારણ કે તે સતત હલી રહી હતી. એક બાજું મહામારના કાળમાં એમ્બ્યુલન્સ ચલાવનારા લોકોની મજબુરીનો લાભ લઈને લૂંટી રહ્યા છે. એવામાં આવી ઘટના ખરેખર શરમજનક કહેવાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો