આરટીઓ રેકોર્ડમાં હજુ પણ અનેક વાહન જૂના માલિકોના નામે બોલે છે, અકસ્માત થાય તો જવાબદારી મૂળ માલિકની ઉપરાંત 2 લાખનો દંડ અને જેલની સજા પણ થઇ શકે છે

એક તરફ સરકારે બનાવેલા નવા ટ્રાફિક નિયમનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે ત્યારે બીજી તરફ અનેક એવા વાહન ચાલકો છે જેમણે સેકન્ડમાં વાહન વેચ્યા બાદ પણ તેને ખરીદનારના નામે ટ્રાન્સફર કરાવ્યું નથી. જો આવામાં તે વાહન દ્વારા કોઇ અકસ્માત કે નિયમ તોડવા જેવી ઘટના ઘટે તો તેનો દંડ અથવા કેસ મૂળ માલિક પર થાય છે. રાજ્યમાં ઘણા એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમા વ્યક્તિ પાસે તે વ્હીકલ ના હોવા પર પણ તેના ઘરે ટ્રાફિક નિયમ તોડવા બદલ ઇ-મેમો આવતો હોય છે. અને નિયમ અનુસાર તેમને દંડ ભરવો પડે છે.

અકસ્માત થવા પર મૂળ માલિકને થાય છે સજા

જોઇ કોઇ વાહન માલિક પોતાનું વાહન અન્ય કોઇ વ્યક્તિને વેચે છે અને તેના નામ પર ટ્રાન્સફર નથી કરતો અને તે સમયગાળા દરમિયાન સેકન્ડમાં વાનહ ખરીદનાર દ્વાર કોઇ અકસ્માત થાય છે તો તેવામાં મૂળ માલિક ફસાય છે. આવા પરિસ્થિતીમાં મૂળ માલિકને 2 લાખ રૂપિયા સુધીનો દંડ અને જેલની સજા પણ થઇ શકે છે.

અકસ્માત થયા તો જવાબદારી મૂળ માલિકની

ચરોતર પંથકમાં પણ અનેક વાહનો એવા છે જેમા વાહન ચાલકે વર્ષો પહેલા પોતાના વાહન વેચી માર્યા હોય છતા હજુ સુધી આરટીઓ રેકોર્ડમાં વાહન જૂના માલિકના નામે બોલે છે. સુપ્રિમ કોર્ટના ચુકાદા અનુસાર, જો વાહન દ્વારા કોઇ અકસ્માત કે ટ્રાફિક નિયમનો ભંગ થાય છે તો તેવામાં જવાબદારી મૂળ વાહન માલિકની રહે છે અને આરટીઓના રેકોર્ડમાં જેનું નામ હશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે હજારો લોકો એવા છે જે પોતાની વાહન બીજાને વેચી તો નાખે છે પરંતુ તેમના નામે ટ્રાન્સફર કરાવતા નથી જે તેમના માટે ભવિષ્યમાં મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. આવા સંજોગોમાં વાહનના માલિકે ચેક કરી લેવું જોઇએ કે તેમણે વાહન વેચ્યા બાદ તે અન્ય વ્યક્તિના નામે ટ્રાન્સફર થયું છે કે નહીં અને જો નથી થયું તો તેણે તાત્કાલિક પણે ટ્રાન્સફર કરાવી લેવું જોઇએ.

રોડ અને આરટીઓ ટેક્સથી બચવા માટે નથી કરાવતા ટ્રાન્સફર

ચરોતરમાં ટુ વ્હીલર, થ્રી વ્હીલર અને ફોર વ્હીલર વાહનોના વેચ્યા બાદ મૂળ માલિકે ખરીદનાર વ્યક્તિના નામે વાહન ટ્રાંસફર કરાવ્યો નથી. લોકો પોતાની આડશના કારણે આ મામલે યોગ્ય કાળજી રાખતા નથી. ઉપરાંત અન્ય રાજ્યમાં જો વાહન વેચવામાં આવે તો ત્યાંનો વ્યક્તિ ત્યાંના રોડ ટેક્સ અને આરટીઓ ટેક્સ ભરવાથી બચવા માટે વાહન ટ્રાન્સફર કરાવતા નથી એવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે. ત્યારે જો તે વાહન દ્વારા કોઇ અકસ્માતની ઘટના ઘટે તો તેવામાં પોલીસ કે કોર્ટમાં વાહનના મૂળ માલિકને હાજર રહેવું પડે છે. મૂળ માલિકનું મૃત્યુ પણ થઇ જાય તો તેના પરિવાર બિનજરૂરી હાલાકીનો ભોગ બને છે. આરટીઓ રેકોર્ડમાં ટ્રાન્સફર ફી અને બેથી ત્રણ દિવસમાં પ્રક્રિયા પૂર્ણ થઇ જાય છે, તેમ છતા પણ લોકો આ મામલે એટલા જાગૃત થયા નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો