મૃત્યુ બાદ કારજમાં ભોજન કરાવ્યું તો થશે 1 વર્ષની જેલ, આ રાજ્યનાએ લીધો નિર્ણય
સમાજમાં મરણ પછીની કેટલીક વિધિઓને અનુસરવામાં આવે છે. પરંતુ, કોરોના વાયરસની મહામારીને કારણે રાજસ્થાન સરકારે આ વિધિ પર પ્રતિબંધ મૂકી મોટો અને મહત્ત્વનો નિર્ણય લીધો છે. કોરોના વાયરસના વધતા જતા કેસને ધ્યાને લઈને અનેક રાજ્યની સરકારે જે તે પ્રદેશમાં સુરક્ષા માટેની કડક ગાઈડલાઈન અમલી બનાવી છે. પણ પાડોશી રાજ્ય રાજસ્થાનમાં અશોક ગહેલોત સરકારે સંક્રમણ ન ફેલાય એ માટે ખાસ આદેશ આપ્યા છે. રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું કે, કોઈ પણ સ્વજનના મૃત્યુ બાદ ભોજન પણ કરાવી નહીં શકાય. જો આવું થયું તો દોષીતને એક વર્ષની જેલની સજા થશે. ડીઆઈજી કિશન સહાયએ તમામ એસપીને કારજના જમણવાર પર લગામ લગાવવા માટેનો આદેશ આપ્યો છે. આદેશ અનુસાર, કારજના જમણવારની માહિતી ન આપવા પંચ, સરપંચ સિવાય સરકારી એકાઉન્ટન્ટ પર પણ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
કાયદો 1960મા બન્યો હતો, હવે કડકાઈથી અમલ થઈ રહ્યો છે
સરકારે મૃત્યુ પછી થતા કારજના જમણવારને બંધ કરવા માટે કોઈ નવો કાયદો બનાવ્યો નથી. 1960માં કારજનો જમણવારન થાય તે માટે કાયદો બનાવવામાં આવ્યો હતો. પોલીસને આ નિયમનું પાલન કરાવવાનું કહેવામાં આવ્યુંછે. કાયદા અંતર્ગત કોઈ પણ મૃત્યુ પછી કારજનો જમણવાર ન કરી શકે. આ સિવાય તેમાં કોઈ સામેલ પણ ન થઈ શકે. ડીઆઈજી કિશન સહાયે જણાવ્યું કે કારજના જમણવારને રોકવા માટે પહેલેથી જ કાયદો છે. હવે ઉલ્લંઘન કરનારાઓ પર કાર્યવાહી કરવામાં આવશે.
કારજના જમણવારમાં મદદકરનારાઓ પર કાર્યવાહી થઈ શકે છે
કોઈ વ્યક્તિ કારજનો જમણવાર કરાવે છે અથવા તો તેમાં મદદ કરે છે તો તેની વિરુદ્ધ એક વર્ષની જેલની સજાની જોગવાઈ છે. આ કાયદામાં એક હજાર રૂપિયા સુધીના દંડની પણ જોગવાઈ છે. આ સિવાય એક્ટમાં એ પણ જોગવાઈ છે કે કોઈ પણ કારજના જમણવાર માટે પૈસા ઉધાર આપી શકે નહિ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

