સુરતની આ શાળાએ લોકડાઉનમાં તમામ વિદ્યાર્થીઓની છ મહિનાની ફી માફ કરી

કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં લોકડાઉન આપવામાં આવ્યું છે. કોરોનાની મહામારી વચ્ચે ધંધા-રોજગાર બંધ થઈ જતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની હાલત કફોડી બની છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોને ફ્રીમાં અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ કેટલીક સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા લોકોના ઘરે અનાજની કીટ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. લોકડાઉનમાં ધંધા-રોજગાર બંધ થઈ જવાના કારણે લોકો પાસે પૈસા પણ ખુટી રહ્યા છે. તેવામાં બીજી તરફ શાળામાં અભ્યાસ કરતા હોય તેવા બાળકોના વિદ્યાર્થીઓ શાળાની ફીને લઇને ચિંતિત બન્યા છે, ત્યારે સુરતની એક શાળાએ તેમની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓને કોરોનાની મહામારીમાં મુશ્કેલીનો સામનો કરી રહેલા લોકોને એક મોટી રાહત આપી છે. શાળાના ટ્રસ્ટીઓ દ્વારા તેમની શાળામાં ધોરણ 1થી 12માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓની 6 મહિનાની ફી માફ કરી દીધી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

રિપોર્ટ અનુસાર કોરોનાની મહામારીમાં સુરતમાં આવેલી એમ્બિશન મોડર્ન સ્કૂલ દ્વારા શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓની પ્રથમ સત્ર ફી માફ કરી છે. આ શાળામાં ધોરણ 1થી 12માં કુલ 550 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળામાં અભ્યાસ કરતા બાળકોના અભ્યાસ પર પૈસાના કારણે કોઈ તકલીફ ન પડે તે માટે ટ્રસ્ટીઓ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો બીજી તરફ શાળામાં નોકરી કરતા શિક્ષકો અને શાળાનો મેન્ટેનન્સ ખર્ચ શાળાના ટ્રસ્ટીઓ દ્વારા ઉઠાવવામાં આવશે.

શાળાના ટ્રસ્ટી રમેશ મંગુકિયાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, આજે આપણો દેશ કોરોનાની મહામારી અને લઓકડાઉનની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે અમારી શાળા દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ 2020-21 દ્વારા શાળામાં અભ્યાસ કરનારા તમામ ધોરણના 550થી વધુ વિદ્યાર્થીઓની પ્રથમ સત્રની એટલે કે, છ મહિનાની તમામ ફી માફ કરવાનો ટ્રસ્ટીમંડળ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો