પોલીસ ખાલી ડંડા જ નથી મારતી, ભૂખ્યાને પોતાનું ભોજન પણ આપી દે છે જૂઓ આ વીડિયો
જે લોકોએ કોરોના વાયરસના લોકડાઉનમાં સૌથી વધુ કામ કરવાનું છે તેમાં પોલીસ જવાનોનો પણ સમાવેશ થાય છે. દેશભરમાં તેની પ્રશંસા થાય છે. પોલીસ લોકોને સતત સમજાવી રહી છે. લોકોને મદદ કરી રહી છે. તેમજ ભૂખ્યાને ભોજન પૂરું પાડવાનું પણ કામ કરી રહી છે. પરંતુ હાલમાં જે વીડિયો વાયરલ થયો એ કંઈક લેવલ બહારનો ઈમોશનલ વીડિયો છે. લોકોએ આ વીડિયો જોયા બાદ ભરી ભરીને પોલીસને સલામ કરી છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો
પંજાબ પોલીસે થોડા સમય પહેલાં એક બાળકનો હેપ્પી બર્થડે હતો તો ઘરે જઈને કેક કાપી હતી અને બહાર ઊભા રહીને તેને જન્મદિવસની શુભેચ્છાઓ પણ આપી હતી. કેટલાક પોલીસકર્મીઓના વીડિયો, ફોટો સામે આવ્યા છે જેમાં તેઓ રસ્તા પર બેઠેલા લોકોને ખવડાવી રહ્યા છે. હવે આ વીડિયો સામે આવ્યો છે. એક પોલીસ પોતાનું ભોજન ખાઈ રહ્યો હતો અને એવામાં એક ભૂખ્યુો મજુર ત્યાં આવ્યો. પોલીસકર્મીએ જોઈને તરત પોતાનું ભોજન તેમને આપી દીધું.
જાલૌન પોલીસે આ વીડિયોને તેમના ટ્વિટર પેજ પર શેર કર્યો છે. તેના કેપ્શનમાં લખ્યું છે કે, ‘માનવતાવાદી વર્ક-કોલ બોર્ડર પર ફરજ પર તૈનાત રવિશંકર મિશ્રાએ એક લાચાર ભૂખ્યા મજૂરને પોતાનું ભોજન આપી દીધું હતું. યુપી પોલીસની આ માનવતા જોઈને jalaunpolice તેના ખુબ વખાણ કરી રહી છે.
આ વીડિયોમાં એક પોલીસ જવાન જમવાનું શરૂ જ કરતો હતો. ત્યાં જ તેને એક ભૂખ્યો લાચાર માણસ દેખાયો. તેને પૂછ્યું કે ભૂખ લાગી છે? પેલા માણસે તેની ગરદન હલાવી. પોલીસકર્મીએ પોતાનો જ ખોરાક તેમને આપી દીધો. સાથે સાથે પાણીની બોટલ પણ આપી. હાલમાં આ વીડિયો પ્રકાશનિ ગતિએ વાયરલ થઈ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

