ગુજરાતનો આ ખેડૂત ટપક સિંચાઈ પધ્ધતિથી રોજ ઉતારે છે 20 મણ પપૈયા

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાના એવા ફાચરિયા ગામના પ્રગતિશીલ ખેડૂત ભાવેશભાઈ વડાલીયાએ ગત વર્ષથી સામાન્ય પાકોની ખેતી છોડીને બાગાયતી પાકો તરફ વળી કઈક નવું કરવાનો વિચાર કર્યો હતો. અને તેનું અનુકરણ કરી તેમણે તેમની 7 વીઘા જમીનમાં કુલ 3800 પપૈયાના છોડ વાવ્યા છે જેમાંથી તેઓ ટપક સિંચાઈ પધ્ધતિથી રોજ 20 મણ પપૈયા ઉતારે છે.

ફાચરિયા ગામના પ્રગતિશીલ ખેડૂત ભાવેશભાઈ વડાલીયાએ બાગાયત વિભાગમાંથી બાગાયતી ખેતી માટે માર્ગદર્શન મેળવ્યું હતું. અને તેમને તે પ્રમાણે બાગાયતી ખેતી શરૂ કરી હતી. ભાવેશભાઈએ જણાવ્યું હતું કે બાગાયતી ખેતી બરકત વાળી છે. મારે 7 વીઘામાં ટપક સિંચાઈ છે અને પપૈયાના કુલ 3800 છોડ છે. દરરોજના 20 મણ એટલે કે 400 કી. ગ્રા. પાક ઉતરે છે. પપૈયાની ખેતીની ખાસિયત એ છે કે વર્ષભર આ પાક મળી રહે છે. આથી બાગાયતી ખેતી કરતો ખેડૂત ઓછી મહેનતે રોકડીયો વેપાર કરી શકે છે.

ફાચરિયા ગામના ખેડૂત ભાવેશભાઈ વડાલીયા પોતાના ખેતરમાં પપૈયા સાથે જોવા મળે છે

બાગાયતી પાકોમાં ઓછા પાણીએ, ઓછી મહેનતે અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકીએ છીએ. બીજા પાકોની સરખામણીએ મજૂરી ખર્ચ ઓછો થાય છે. પપૈયાની ખેતીએ મને ઘણું નવું શીખવાડ્યું છે. અત્યારે સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃતિ આવી છે ત્યારે ડાયટ કરતા અને જિમ જતા યુવા- પ્રૌઢ વર્ગમાં પપૈયાને રોજિંદા ખોરાકમાં વધુ મહત્વ આપવામાં આવે છે. આ ઉપરાંત ભાવેશભાઈએ જણાવ્યું હતું કે મારા ખેતરમાંથી અમદાવાદ, વડોદરા, સુરત, ઉના, માંગરોળ, મહુવા, રાજુલા, જાફરાબાદ સુધી પહોંચે છે.

બાગાયત વિકાસ યોજના અંતર્ગત સહાય મેળવી હતી

જાફરાબાદ તાલુકાના ફાચરિયા ગામના પ્રગતિશીલ ખેડૂત ભાવેશભાઈ વડાલીયાએ બાગાયત વિભાગ -ગુજરાત રાજ્ય સરકારની સંકલિત બાગાયત વિકાસ યોજના અંતર્ગત રૂ. 31 હજારની સહાય મેળવી હતી.

પપૈયાના 3800 છોડ, જેના થકી સારી આવક મળી રહે છે

અન્ય ખેડૂતોને પણ પ્રેરણા મળી છે 

બાગાયતી ખેતી માટેના મારા જુસ્સામાં વધારો થતો ગયો , બાગાયતી ખેતી અમારા આ વિસ્તારમાં થોડી નવી હોવાથી અન્ય ખેડૂતોને પણ બાગાયતી પાકો લેવાની પ્રેરણા મળી છે.

બાગાયત વિકાસ યોજના અંતર્ગત સહાય મેળવી હતી

અનેક જગ્યાએ થાય છે પપૈયાનો ઉપયોગ

પપૈયા ટૂટી-ફ્રુટી, અને બીજી પ્રોડક્ટ્સ બનાવવામાં ઉપયોગી થાય છે. તાવ જેવી બીમારી અને પેટના રોગોમાં પપૈયાનો ઉપયોગ ખાસ પ્રમાણમાં થાય છે. વળી ઔષધિ – દવા બનાવવામાં પણ પપૈયાના છાલ, પાન, ક્ષીર, બી, પપૈયાનો ઉપયોગ થાય છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો