આ છે મુંબઈનો ‘ઑક્સીજન મેન’: કોરોનાના દર્દીઓને ઑક્સીજન સિલિન્ડર આપવા માટે 22 લાખની SUV કાર વેચી દીધી!

કોરોના વાયરસની બીજી લહેર (Coronavirus second wave)માં મહારાષ્ટ્ર (Maharashtra)ની હાલત ખૂબ જ ખરાબ થઈ છે. અહીં બેડ, સારવાર અને ઑક્સીજન (Oxygen) વગર લોકો મરી રહ્યા છે. હાલત એવી ઊભી થઈ છે કે સરકારે નાછૂટકે લૉકડાઉન (Maharashtra lockdown)ની જાહેરાત કરવી પડી છે. મુંબઈમાં ઑક્સીજનની અછતના ન્યૂઝ વચ્ચે એક વ્યક્તિ નિસ્વાર્થ ભાવ દર્દીઓને ઑક્સીજન પહોંચાડી રહ્યો છે. લોકો તેને ‘ઑક્સીજન મેન’ તરીકે જ ઓળખે છે. એક સમયે તેણે લોકોની મદદ કરવા માટે પોતાની 22 લાખ રૂપિયાની SUV કાર પણ વેચી દીધી હતી.

શાહનવાઝ શેખ મુંબઈના મલાડ વિસ્તારમાં રહે છે. શાહનવાઝ ફોન કૉલ પર લોકોને ઑક્સીજન સિલિન્ડર પહોંચાડે છે. હાલ જ્યારે ઑક્સીજનની માંગ વધી છે ત્યારે શાહનવાઝ અને તેની ટીમે એક “કંટ્રોલરૂમ” બનાવ્યો છે. જ્યાં લોકો ફોન કરી શકે છે અને બાદમાં તે લોકોને સિલિન્ડર પહોંચાડે છે.

શાહનવાઝને લોકોની સેવા કરવાની એવી ધૂન લાગી છે કે તેણે થોડા મહિનાઓ પહેલા કોરોના દર્દીઓની મદદ કરવા માટે તેની 22 લાખ રૂપિયાની SUV કાર વેચી નાખી હતી. પોતાની ફોર્ડ એન્ડેવર કાર વેચ્યા બાદ શાહનવાઝે તે રકમમાંથી 160 ઑક્સીજન સિલિન્ડર ખરીદ્યા હતા. શાહનવાઝે જણાવ્યું હતું કે, ગત વર્ષે લોકોની મદદ કરતાં કરતાં તેની પાસે પૈસા ખૂટી ગયા હતા. આ જ કારણે તેણે પોતાની કાર વેચી દેવી પડી હતી.

મીડિયા સાથેની વાતચીતમાં શાહનવાઝે જણાવ્યું હતું કે, ગત વર્ષે તેના એક મિત્રની પત્નીનું ઓટો રિક્ષામાં ઑક્સીજનના અભાવે મોત થયું હતું. આથી તેણે ઑક્સીજન સપ્લાય એજન્ટ તરીકે કામ કરવાનું નક્કી કર્યું હતું. લોકોને સમયસર મદદ મળી રહે તે માટે શાહનવાઝે એક હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. આ ઉપરાંત તેણે પોતાનો કંટ્રોલરૂમ પણ બનાવ્યો છે.

શાહનવાઝ જણાવે છે કે કોરોનાની પ્રથમ લહેર અને બીજી લહેરમાં સ્થિતિમાં ખૂબ અંતર છે. હવે હાલત ખૂબ ગંભીર છે. આ જાન્યુઆરીમાં તેને ઑક્સીજન માટે 50 કૉલ આવ્યા હતા. હવે તેને દરરોજ 500-600 કૉલ આવી રહ્યા છે.

શાહનવાઝ અને તેની ટીમે 4,000 જેટલા લોકોને ઑક્સીજન સિલિન્ડર પહોંચાડીને તેમની મદદ કરી છે. શાહનવાઝની ટીમ ખાલી સિલિન્ડર જ નથી પહોંચાડતી, લોકોને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની પણ માહિતી આપે છે. એક વખત સિલિન્ડર ખાલી થયા બાદ દર્દીના પરિવારજનો તેના કંટ્રોલરૂમ ખાતે પરત મૂકી જાય છે.

મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ:

છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના નવા 67,468 કેસ નોંધાયા છે. આ દરમિયાન 54,985 લોકો સાજા થાય છે. 24 કલાકમાં જ રાજ્યમાં 568 દર્દીના કોરોનાથી મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો આંકડો 40.27 લાખ થયો છે. જેમાંથી 32.68 લાખ લોકો સાજા થયા છે. રાજ્યમાં કુલ મોત કુલ મોત 61,911 નોંધાયા છે. હાલ મહારાષ્ટ્રમાં 6.95 લાખ એક્ટિવ કેસ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો