આ છે એ સાંસદ જેમણે યુરોપિયન યુનિયનમાં CAA મુદ્દે પાકિસ્તાનને તેની ઔકાત યાદ કરાવી દીધી

નાગરિકતા સંશોધન કાયદાને લઈને ભારતને યુરોપિયન યુનિયનમાં સમર્થન મળ્યું છે અને પાકિસ્તાનના દાવા પોકળ સાબિત થયા છે. આ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન સાંસદ હેલેના ડેલ્લીએ ભારતની તરફેણમાં જોરદાર દલીલ કરી હતી. તેમની દલીલ આગળ પાકિસ્તાની મૂળના સદસ્ય શફક મોહમ્મદ અને બ્રિટનના જોન હોવાર્થ તથા સ્કૉટ એન્સલીની બોલતી બંધ થઈ ગઈ હતી. સંસદે આ મુદ્દે વોટિંગ પ્રક્રિયાને સ્થગિત કરી દેવી પડી હતી.

યુરોપિયન યુનિયનની ઉપાધ્યક્ષ અને વિદેશી મામલા તથા સિક્યોરિટી પોલિસીની ઉચ્ચ પ્રતિનિધિ હેલેના ડેલ્લીએ ચર્ચાની શરૂઆત કરી અને ભારતના યુરોપિયન યુનિયન સાથેના મુક્ત, ઈમાદનાર અને મજબૂત સંબંધોના પક્ષમાં મજબૂતીથી પોતાના વિચારો રજૂ કર્યા. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 15મા ભારત-યુરોપિયન યુનિયન સમિટમાં માર્ચમાં બ્રસેલ્સ આવવાનો પણ ઉલ્લેખ કર્યો.

ડેલ્લીએ કહ્યું કે અમારું માનવું છે કે ભારતમાં કાયદાનું પાલન બંધારણના દાયરામાં થાય છે કે નહિ એ જોવાનું કામ ભારતની સુપ્રીમ કોર્ટનું છે. અમને વિશ્વાસ છે કે ભારતમાં છેલ્લા થોડા અઠવાડિયાથી ચાલુ હિંસાને ઓછી કરવા માટે ન્યાયાલય પોતાનું કામ કરશે. ડેલ્લીએ જણાવ્યું કે ભારત એક સન્માનિત લોકતંત્ર છે અને યુરોપિયન યુનિયનનું મૂલ્યવાન સાથી છે. તેમણે ભારત સાથે વાર્તાલાપ આગળ વધારવાનો અનુરોધ કર્યો હતો.

ભારત માટે યુરોપિયન યુનિયનમાં અવાજ ઉઠાવનાર ડેલ્લી માલ્ટાની સાંસદ છે. તે યુરોપિયન યુનિયનના ઉપાધ્યક્ષ અને વિદેશી મામલા તથા સિક્યોરિટી માટે સંઘના ઉચ્ચ પ્રતિનિધિ છે. હેલેનાએ માલ્ટા વિશ્વવિદ્યાલયમાંથી સમાજશાસ્ત્રમાં ગ્રેજ્યુએશન પૂરુ કર્યું છે. નોટિંગહમ વિશ્વવિદ્યાલયમાંથી તેમણે પોલિટિકલ સોશિયલ સાયન્સમાં પીએચડીની ડીગ્રી પ્રાપ્ત કરી છે.

યુરોપિયન યુનિયનમાં સીએએ કાયદાના પક્ષણાં ફ્રાંસના સભ્ય થિયરી મારિઆની, હેલેના ડેલ્લી ઉપરાંત ભારતીય મૂળના બે સભ્ય દિનેશ ધમીજા અને નીના ગિલે જોરદાર દલીલ કરી. તેમણે એનઆરસીને લઈને લોકોમાં ખોટી જાણકારી ફેલાવાતી હોવાનું જણાવ્યું. ઘણા દેશોએ આ વાતને ભારતનો આંતરિક મામલો ગણાવ્યો હતો.

પાકિસ્તાની મૂળના સભ્ય શફક મોહમ્મદ અને બ્રિટનના જોન હોવાર્થ તથા સ્કોટ એન્સલીએ CAAને ભેદભાવપૂર્ણ કાયદો ગણાવતા આરોપ લગાવ્યો કે યુરોપિયન યુનિયને ભારતની કૂટનીતિક લૉબી સામે ઘૂંટણ ટેકવી દીધા છે. તેમણે પ્રસ્તાવ પર મતદાનને સ્થગિત કરીને માનવઅધિકારોની ચિંતાને નેવે મૂકીને વેપારી તથા વ્યવસાયિક હિતોને પ્રાથમિકતા આપવાનો આરોપ લગાવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો