આ મહિલાઓએ સમાજમાં બેસાડ્યો દાખલો, વહુએ ઊંચકી સાસુની અર્થી, દીકરીએ આપ્યો અગ્નિદાહ અને તેરમાએ થશે વૃક્ષારોપણ

ઉત્તર પ્રદેશના વારાણસીમાં પરંપરાને તોડવા માટે મહિલાઓ સામે આવી છે. બરિયાસનપુર ગામમાં 80 વર્ષની રજ્જી દેવીનું નિધન થઈ ગયું હતું. આ પ્રસંગે વહુ અને પરિવારની મહિલાઓએ તેમની અર્થીને ઊંચકી હતી. તેમને મુખાગ્નિ પણ મોટી દીકરીએ આપ્યો હતો. આ સાથે જ તેમણે ખોટા ખર્ચ રોકવા માટે તેરમાનો કાર્યક્રમ ન રાખવાની પણ જાહેરાત કરી હતી. તેરમાના દિવસે ઘરના સભ્યો વૃક્ષારોપણ કરશે.

ચિરઈગાંવ વિસ્તારમાં 2018માં સંતોરા દેવીનું મૃત્યુ થતા તેમની દીકરીઓએ પુત્રની બરોબરીનો દર્જો મેળવવા માટે અંતિમ સંસ્કારમાં વહુ-દીકરીઓની ભાગીદારી નિભાવવાની પરંપરા શરૂ કરી હતી. આ જ ક્રમમાં બરિયાસનપુર ગામના હરિચરણ પટેલની પત્ની રજ્જી દેવીનું બુધવારે અવસાન થઈ ગયું હતું. આ પ્રસંગે જૂની પરંપરા તોડતા વહુ-દીકરીઓએ તેમની અર્થીને ખભો આપ્યો હતો અને અગ્નિદાહ આપ્યો હતો. તેમને ગામના પ્રધાન દેવરાજ પટેલ અને ગામના અન્ય પુરુષોનું પણ સમર્થન મળ્યું હતું.

રજ્જી દેવીની અર્થી વહુ લાલતી દેવી, દીકરી હીરામણિ અને પ્રેમા તથા પરિવારના બીજા સભ્યો જેવા કે રેખા, સુધા, સુનીતા, અમરાવતીએ ઊઠાવી હતી. તે જન્મ મૃત્યુ સત્ય હૈ બોલતા બોલતા અર્થીને મેઈન રોડ સુધી લઈ આવી હતી. અહીંથી બધા જ સરાયમોહના ઘાટ પહોંચ્યા હતા જ્યાં તેમને મુખાગ્નિ આપવામાં આવી હતી. રજ્જી દેવીના એકમાત્ર પુત્ર ભાગીરથ પ્રસાદે જણાવ્યું કે તેરમામાં ભોજન કાર્યક્રમ નહિ થાય. એ દિવસે શોક સભામાં તેમની યાદમાં છોડ વાવવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરો:-
close