શરદી-ઉધરસથી છુટકારો મેળવવા માટે ચામાં ઉમેરજો આ વસ્તુ, શરદી-ખાંસીમાં તરત મળશે રાહત

શિયાળાની શરૂઆત થતાં જ લોકોને શરદી અને ખાંસીની તકલીફ રહે છે અને તેનાથી છુટકારો મેળવવા માટે તેઓ દવા લે છે. શરદીની દવા લઈએ તો 2-3 દિવસ સારૂં રહે. ત્યારે આવી સ્થિતિમાં કેટલાક ઘરેલું ઉપચાર કામમાં આવે છો. જો તમે રોજ સવારે ચા પીતા હો તો આ ચાર વસ્તુઓ તેમા ઉમેરજો, શરદી-ખાંસી તરત ગાયબ થઈ જશે.

આદુ

આદુમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે જે શરીરના વાયુમાર્ગને સાફ રાખવામાં મદદ કરે છે સાથે જે તેમાં એન્ટી-બેક્ટેરિયલ પ્રોપર્ટી પણ હોય છે જે ઈન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે. આદુ ગળામાં દુખાવાની તકલીફની સાથે કફની સમસ્યાને પણ દૂર કરવામાં મદદરૂપ છે.

કાળા મરી

કાળા મરીમાં એન્ટી-ઈનફ્લેમેટરી અને એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે. આ સાથે તેમાં વિટામીન સી પણ હોય છે. આ ગુણોથી ઈમ્યુનિટીને બૂસ્ટ મળે છે અને શરીરને શરદી-ખાંસીની સમસ્યાથી દૂર રાખે છે. ચામાં કાળા મરી ઉમેરતા પહેલા તેને ક્રશ કરી લેવા.

લવિંગ

લવિંગમાં ફિનોલ કમ્પાઉન્ડ હોય છે, જે ઈન્ફેક્શન સામે લડવાની સાથે શરીરમાં પ્રવેશનારા શરદી તેમજ ખાંસીના બેક્ટેરિયાને પણ ખત્મ કરવામાં મદદ કરે છે. લવિંગમાં તૈલીય ગુણો હોય છે. જેમાં છાતીમાં ભરાઈ ગયેલા કફને સાફ કરવામાં મદદગાર સાબિત થાય છે. આટલું જ નહીં લવિંગ ટોક્સિન્સને પણ શરીરથી ફ્લશ આઉટ કરી ઈમ્યુનિટીને બૂસ્ટ કરે છે.

તુલસી

તુલસીનો ઉપયોગ આયુર્વેદમાં હજારો વર્ષોથી થતો આવ્યો છે. શરીરને બેક્ટેરિયા, ઈન્ફેક્શન સામે લડવામાં તુલસી ઘણી મદદ કરે છે. તેમાં રહેલા ઔષધીય ગુણો શરીરની ઈમ્યુનિટીને પણ વધારે છે જેનાથી શરદી-ખાંસી દૂર રાખવામાં મદદ મળે છે. તેનાથી શરીરના એર પેસેજને ક્લીન રાખવામાં પણ મદદ મળે છે, જેનાથી કફ જમા થતો નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો