કલોલમાં બની ચોંકાવનારી ઘટના, મોબાઇલની દુકાનમાં ચોરી કરવા ઘૂસેલા ચોરનું ગળું પતરામાં ફસાઈ જતા મોતને ભેટ્યો

કોરોના મહામારી અને તે દરમિયાન લોકડાઉનની અસરથી ચોરીના બનાવોમાં ઉતરોત્તર વધારો થઇ રહ્યો છે. ચોરીના બનાવોથી લઇ લૂંટની ઘટનાઓ સામે આવી રહી છે. કેટલાક ચોર તો હાઇટેક બનીને ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થઇ જાય છે પરંતુ ગઇ કાલે કલોલ તાલુકાના છત્રાલ ગામે ચોર ચોરી કરીને ફરાર થાય તે પહેલા જ તેને મોત મળ્યું છે. કલોલ તાલુકાના છત્રાલ ગામ ખાતેનો આ બનાવ આશ્ચર્યચકીત કરે તેવો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

કલોલ તાલુકાના છત્રાલ ગામખાતેના આ બનાવમાં ચોર ચોરી કરવા આવતા જ તેને મોત મળ્યું છે. છત્રાલ જીઆઇડીસીમાં મોબાઇલ શોપના છાપરા પર ચડી ચોરી કરવાના પ્રયાસ કરતા ચોરને મોત મળ્યું છે. ખરેખર અહીં ચોર એક મોબાઇલની દુકાનમાં ચોરી કરવા ઘૂસ્યો હતો પરંતુ પતરામાં તેવું ગળું ફસાઈ જતા ચોર મોતને ભેટ્યો હતો.

જોકે મોબાઈલ દુકાનના માલિકે સવારે શટર ઉચું કરતા ચોર છત પર લટકતો જોવા મળ્યો હતો. જેથી દુકાનદગારે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસને જાણ કરી હતી. પોલીસ પહોંચતા જ છતના પતરાંમાં ગળું ફસાઈ જતાં ચોર મોતને ભેટ્યો હતો તે સ્પષ્ટ જોવા મળ્યું હતું. જે બાદ પોલીસે લાશનો કબ્જો લઇ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો