કોરોના દર્દીના મૃતદેહ પરથી સોનાના દાગીનાની ચોરી કરનાર ઝડપાયો, સિવિલમાં ડેડબોડી પેકીંગનું કામ કરતો

રાજ્યમાં એક તરફ કોરોના મહામારી ચાલી રહી છે. રોજના અનેક લોકો કોરોનાથી મોતને ભેટી રહ્યા છે જેની વચ્ચે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના શરીર પરથી સોનાના દાગીનાની ચોરીની ઘટનાઓ બની હતી. જેમાં શાહીબાગ પોલીસે દાગીના ચોરી કરનાર શખ્સની ધરપકડ કરી છે. અસારવા 1200 બેડ હોસ્પિટલમાં ડેડબોડી પેકીંગ કરવાનું કામ કરતા આરોપી સાહિલ ઉર્ફે ભુરિયો મકવાણાએ રૂ. 1.60 લાખની સોનાની બંગડી ચોરી કરી હતી જે શાહીબાગ પોલીસે કબ્જે કરી છે.

કોરોના કાળમાં અસારવા સિવિલ હોસ્પિટલની સિક્યુરિટી વિવાદોમાં ઘેરાઈ હતી. કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના શરીર પરથી સોનાના દાગીનાની ચોરી કરી લેવાઇ હતી મણીનગર વિસ્તારમાં વકીલવાડીમાં રહેતા રાજેન્દ્ર રાધાણીના માતાને કોરોના પોઝિટિવ આવતા 1200 બેડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમના શરીર પર રહેલા સોનાના દાગીના અને બંગડીઓ ઉતારી લેવાઈ હતી. જે મામલે તેઓએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ઉપરાંત શહેરના નિકોલ વિસ્તારમાં રબતા ગીતાબેન દાવડા નામના મહિલાને કોરોના પોઝિટિવ આવતા 7એપ્રિલના રોજ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા અને આજે સવારે તેમનું મૃત્યુ થયું હતું. તેમના પુત્ર નરેશે જણાવ્યું હતું કે મારી માતાનો મૃતદેહ આપ્યો ત્યારે નાક પર રહેલી સોનાની નથડી અને સોનાની કાનની બુટી ગુમ હતી. 7મી એપ્રિલના રોજ સારવારની એન્ટ્રી પણ કરવામાં આવી નથી.​​​​​​​

માતાના દાગીના માટે પુત્રએ ફરિયાદ કરી હતી

પુત્ર નરેશે જણાવ્યું હતું કે, મારી માતાનો મૃતદેહ આપ્યો ત્યારે નાક પર રહેલી સોનાની નથડી અને સોનાની કાનની બુટી ગુમ હતી. 7મી એપ્રિલના રોજ સારવારની એન્ટ્રી પણ કરવામાં આવી નથી. આ મામલે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ કરી છે. અમારી માતા ઉપરાંત અન્ય એક વૃદ્ધાના શરીર પરથી પણ ત્રણેક તોલાના દાગીના ચોરાયા હતા. જેની ફરિયાદ લખાવવા તેમના સ્વજન પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા.​​​​​​​

અઠવાડિયા પહેલા પણ દાગીના ચોરાયા હતા

નવી સિવિલની કોવિડ-19 હોસ્પિટલમાંથી અઠવાડિયા પહેલા વૃદ્ધાના 50 હજારની કિંમતના દાગીનાની ચોરી થઈ હતી. આ ચોરીના કેસમાં સીસીટીવી ફૂટેજના આધારે ખટોદરા પોલીસે આયાને પકડી પાડી સોનાના ઘરેણાં કબજે કરી લીધા હતા. વધુમાં વૃદ્ધાના પુત્ર રાજેશ સુવાગીયા ખટોદરા પોલીસમાં ફરિયાદ આપી હતી. 5મી એપ્રિલે રાજેશની માતા વિજ્યાબેન(68) પોઝિટિવ આવતા નવી સિવિલના કોવિડ-19 હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો