આયુર્વેદિક નુસખાથી પગમાં થયેલી કપાસી (કણી)ની સમસ્યાથી મળશે છૂટકારો, જાણો અને શેર કરો

ફૂટ કોર્ન્સ એટલે પગની નીચે મોટા સફેદ, ગોળાકારક દાણા જેવું થવું, તેને કપાસી કે કણી કહેવામાં આવે છે જેનાથી તમને ખૂબ દુખાવો થાય છે. જ્યારે આ સમસ્યાનો સમય રહેતા ઇલાજ ન કરાવ્યો તો તમારે ઓપરેશન કરાવવું પડે છે. જોકે, કેટલાક લોકો માર્કેટમાં મળનારા ફુટ કોર્ન બેન્ડનો ઉપયોગ કરે છે. પરંતુ તેનાથી કોઇ ખાસ ફરક જોવા મળતો નથી એવામાં આજે અમે તમને કેટલાક નેચરલ ઉપાય જણાવીશું. જેનાથી તમે આ સમસ્યાથી છૂટકારો મેળવની શકો છો.

પગમાં કપાસી થવાના કારણ

– પગની યોગ્ય રીતે સાચવણી ન કરવી

– ખરાબ રીતે ચાલવાની આદત

– લાંબા સમય સુધી હાઇ હીલ્સના ફૂટવેર પહેરવા

– વધારે સમય ઉભા રહેવું

– વધતું વજન

જાણો કપાસી દૂર કરવાના ઘરેલુ નુસખા

લસણ

એક પેનમાં 2-3 ટીપી ઘી ઉમેરો અને પછી તેમા લસણ ઉમેરી સાંતળી લો. હવે તેને કપાસી પર રાખી પટ્ટીથી કવર કરી લો. આવું ત્યાં સુધી કરો જ્યાં સુધી તમને આરામ ન મળે.

બેકિંગ સોડા

એક બાઉલમાં 3 ચમચી બેકિંગ સોડા, એક ચમચી પાણી મિક્સ રો. તેને 15-20 મિનિટ ફૂટ કોર્ન્સ પર લગાવો અને પાણીથી ધોઇ લો તમે પાણીમાં બેકિંગ સોડા ઉમેરીને પગ ડૂબાડી શકો છો. આ નુસખો ફૂટ કોર્ન્સ દૂર કરવાની સાથે ડેડ સ્કિન સેલ્સ નિકાળવામાં મદદ કરે છે.

વિનેગર

ગરમ પાણીમાં એક કપ વિનેગર ઉમેરીને તેમા 15 મિનિટ સુધી પગ ડૂબાડીને રાખો તે બાદ પગને ટુવાલથી સાફ કરી લો જૈતુન કે એરંડાના તેલથી માલિશ કરો પછી એક કપડાને વિનેગરમાં ડૂબાડીને કપાસી પર બાંધી દો તેને આખી રાત માટે રાખી મૂરો. રોજ આ ઉપાય કરવાથી તમને થોડાક દિવસમાં ફરક જોવા મળશે.

હળદરની પેસ્ટ

નવશેકા ગરમ સરસિયાના તેલમાં હળદર પાવડર મિક્સ કરીને ફુટ કોર્ન્સ્ પર લગાવો અને પટ્ટીથી કવર કરી લો તેને આખી રાત માટે રાખી મૂકો અને સવારે પાણીથી સાફ કરી સો. રોજ આવું કરવાથી તમને રાહત મળશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો