દોરડાં કૂદવાનાં આ ફાયદા વિષે તમે નહી જાણતા હોવ, દોરડાં કૂદવાના છે અઢળક ફાયદા 

પહેલાના સમયમાં બાળકોને શારિરીક કસરતો વધુ મળી રહેતી. દોરડાં કૂદવાં એ તેમની રમતનો પણ એક ભાગ હતો. આજનાં બાળકોની જેમ પહેલાના સમયનાં બાળકો પાસે સોશિયલ મીડિયા ન હતું, તેથી સોશિયલ ડિસ્ટન્સ પણ ન હતું.

દોરડાં કૂદવાથી બાળકોની હાઇટ વધે છે અને શરીર પણ ફિટ રહે છે. જાડાપણું દૂર કરવા અને શરીરને ફિટ રાખવા માટે આ બેસ્ટ એક્સર્સાઇઝ છે. આજકાલના બિઝી શેડ્યૂલમાં જો તમારી પાસે બહાર ચાલવા જવા કે જિમમાં જવાનો સમય ન હોય તો દોરડાં કૂદીને પણ તમે ફિટ રહી શકો છો. દિવસમાં ફક્ત અડધો કલાક પણ દોરડાં કૂદવાં આરોગ્ય માટે લાભકારી હોય છે. તેનાથી શું ફાયદા થાય છે તે જાણો

– દોરડાં કૂદવાથી મહેનત વગર શરીર પરની ફાલતું ચરબી દૂર કરી શકાય છે.
– મહિલાઓ પણ દોરડાં કૂદીને ઘરમાં રહીને જ પોતાનું શરીર ફિટ રાખી શકે છે.
– દોરડાં કૂદવાથી શરીરની ચરબી ખૂબ જલ્દી ઓછી થાય છે. દોરડાં કૂદવા તે જોગિંગ કરવા બરાબર હોય છે. તેનાથી શરીરની કેલરી જલ્દી ઓછી થાય છે.

– તેનાથી પેટ અને સાથળની ચરબી જલ્દી હટે છે. રોજ માત્ર ૩૦ મિનિટ દોરડાં કૂદવાથી મહિનામાં જ વજનમાં ખાસ્સો ફરક પડે છે.
– તેનાથી લોહીનો પ્રવાહ પણ યોગ્ય રીતે આખા શરીરમાં પહોંચે છે.
– દોરડાં કૂદવાથી શરીરનો સ્ટેમિના વધી જાય છે અને વ્યક્તિનાં કામ કરવાની શક્તિ વધે છે. કેટલાક લોકોને શ્વાસની તકલીફ થાય છે. દોરડાં કૂદવાથી આ સમસ્યાથી પણ છુટકારો મળે છે.

– અનેક લોકોમાં ૩૫ વર્ષની ઉંમર પછી હાડકાં કમજોર થવાના લીધે સાંધાના દુખાવાની ફરિયાદ ઊભી થાય છે. દોરડાં કૂદવાથી હાડકાં મજબૂત થાય છે અને ગરદનના દુખાવામાં રાહત મળે છે.
– દોરડાં કૂદવાથી ખૂબ પરસેવો નીકળે છે અને શરીરમાંથી ઝેરિલાં તત્વો બહાર નીકળી જાય છે. તેથી સ્કીન પણ ગ્લો કરે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો