મૃતકોની સંખ્યા વધતા સ્મશાનમાં જગ્યા ઓછી પડી, મૃતદેહોને ખુલ્લામાં દાહ આપવામાં આવી રહ્યો છે; રસ્તાઓ પર પણ થઈ રહ્યા છે અંતિમસંસ્કાર

ઝારખંડનાં રાંચીમાં કોરોના દરમિયાન થનારાં મોતનો રેકોર્ડ તૂટી ગયો છે. છેલ્લા 10 દિવસમાં રાંચીનાં સ્મશાન અને કબરસ્તાનમાં અચાનક મૃતદેહો આવવાની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ ગયો છે. રવિવારે રેકોર્ડ 60 મૃતદેહોના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા છે, એમાંથી 12 મૃતદેહો કોરોના સંક્રમિતોના હતા, જેમના અંતિમસંસ્કાર ઘાઘરામાં સામૂહિક બનાવીને કરવામાં આવ્યા હતા. એ સિવાયના 35 મૃતદેહો પાંચ સ્મશાનઘાટમાં સળગાવવામાં આવ્યા અને 13 મૃતદેહોને રાતુ રોડ અને કાંટાટોલી કબરસ્તાનમાં દફન કરવામાં આવ્યા. સૌથી વધારે મૃતદેહોના અંતિમસંસ્કાર હરમુ મુક્તિધામમાં કરવામાં આવ્યા છે.

મૃતકોની સંખ્યા એટલી વધારે થઈ ગઈ હતી કે મુક્તિધામમાં ચિતા સળગાવવાની જગ્યા ઓછી પડવા લાગી હતી. લોકોએ કલાકો સુધી રાહ જોવી પડી હતી. એ પછી પણ જગ્યા ના મળી તો લોકો ખુલ્લામાં ચિતા સળગાવવા લાગ્યા હતા. સ્મશાનમાં જગ્યા ના રહેવાને કારણે મુક્તિધામના સામેના રસ્તા પર વાહન પાર્કિંગમાં જ મૃતદેહો રાખીને અંતિમક્રિયા થવા લાગી હતી. સ્થિતિ એવી થઈ ગઈ હતી કે મોડી સાંજ સુધી મુક્તિધામમાં ઘણા લોકો મૃતદેહો લઈને તેમનો વારો ક્યારે આવશે એની રાહ જોતા હતા.

મૃતકનાં પરિવારજનોની પીડા એવી કે લોકોને મૃતદેહો સળગાવવા માટે કરગરવું પડ્યું

મૃતદેહોના અંતિમસંસ્કાર કરવા માટે લોકોએ નિગમ-પ્રશાસનને કરગરવું પડ્યું હતું. મોક્ષધામમાં ઈલેક્ટ્રિક મૃતદાહ મશીન ખરાબ થતાં મારવાડી સહાયક સમિતિના પદાધિકારીઓ પાસે થોડી જ વારમાં પાંચ ફોન આવ્યા હતા. દરેકની એક જ માગ હતી કે- અંતિમસંસ્કારની વ્યવસ્થા ઝડપથી કરાવવામાં આવે.

આવું દૃશ્ય ક્યારેય નથી જોયું

હરમુ મુક્તિધામમાં વર્ષોથી મૃતદેહોના અંતિમસંસ્કાર કરતાં રાજુ રામે કહ્યું હતું કે આવું દૃશ્ય આજ સુધી ક્યાંય નથી જોયું. લોકો જ્યાં ગાડીઓ પાર્ક કરતા હતા ત્યાં અર્થીઓની લાઈન લાગી છે. એમ્બ્યુલન્સમાંથી મૃતદેહો કાઢીને રસ્તા પર જ રાખવામાં આવ્યા છે. અંતિમસંસ્કાર પહેલાંની કોઈ વિધિ કરવામાં નથી આવતી.

લોડ વધતાં મોક્ષધામના બંને મશીન ખરાબ

કોરોનાથી મોતનો આંકડો વધ્યો તો હરમુ મોક્ષધામમાં મૃતદાહ કરતાં બંને મશીનો ઠપ થઈ ગયાં. ગેસથી ચાલતું આ મશીન જરૂર કરતાં વધારે ગરમ નથી થઈ શકતું. ત્યાર પછી મારવાડી સહાયક સમિતિએ સ્પષ્ટ કહી દીધું છે કે જ્યાં સુધી મશીન સરખું નહીં થાય ત્યાં સુધી તેમાં અંતિમસંસ્કાર નહીં કરી શકાય. આ શહેરનું એકમાત્ર મોક્ષધામ છે, જ્યાં કોરોના સંક્રમિતોના અંતિમસંસ્કાર કરવામાં આવે છે.

બપોરે 2 વાગ્યા સુધી અહીં કોરોના સંક્રમિતોના 12 મૃતદેહની લાઈન હતી. મોડી સાંજ સુધી મશીન સરખું થયું નહોતું તો નગર નિગમે સંક્રમિત મૃતદેહોને ઘાઘરામાં અંતિમસંસ્કાર કરવાનું નક્કી કર્યું હતું. ત્યાર પછી મોડી રાતે ઘાઘરા સ્મશાન ઘાટ પર એકસાથે સામૂહિક ચિતા પર અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો