રાજકોટમાં 3 દર્દીઓ મિથિલીન બ્લુની આખી બોટલ પી જતાં હાલત ગંભીર બની, ત્રણેયની હોસ્પિટલમાં સારવાર ચાલું છે

કોરોના વાયરસની બીજી લહેર દેશમાં મોતનો આંકડો મોટો કરી રહી છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈ એનો શિકાર થઈ રહ્યા છે. ઘણી વખત કોઈ વસ્તુનો વધારો પડતો ઉપયોગ શરીર માટે નુકસાનકારક સાબિત થાય છે. જેની સજા જે તે વ્યક્તિએ ભોગવવી પડે છે. આવી જ એક ઘટના રાજકોટમાંથી સામે આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સંકટના કાળમાં અત્યારે ઘણા બધા લોકો મિથિલીન બ્લુ દવાનો ભરપુર ઉપયોગ કરે છે. આ દવાને લઈને ઘણા બધા નિવેદન સામે આવ્યા છે. કેટલાક વિવાદ પણ થયા છે. રાજકોટની સિવિલ કોવિડ કેર હોસ્પિટલમાં દર્દીએ તબીબોની સલાહ વગર મિથિલન બ્લુ નામની દવા પી લેતા હોબાળો થયો હતો. વધુ પડતી માત્રામાં દર્દીએ આ દવા પી લેતા સ્થિતિ ગંભીર બની હતી. આ દવા કોવિડગ્રસ્ત દર્દીને અનુકુળ ન આવતા એની સ્થિતિ ગંભીર બની છે. એક નહીં પણ ત્રણ ત્રણ વ્યક્તિઓએ આ દવા પી લેતા સ્થિતિ ગંભીર બની છે.

હાલમાં ત્રણેયની હોસ્પિટલમાં સારવાર ચાલું છે. ગત વર્ષે વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ દવાને માન્યતા આપી હતી. WHOના સર્વેલન્સ મેડિકલ ઓફિસર રહી ચૂકેલા ડૉ. ગોર્ડન નોરાન્હાએ જણાવ્યું હતું કે, અત્યારે કોરોના ન થાય એ માટે લોકો મિથિલીન બ્લુનું સેવન કરી રહ્યા છે. જે અંધવિશ્વાસ છે. લેબમાં ઉપયોગમાં લેવાતા આ એક પ્રકારના કેમિકલથી યુરીન બ્લુ અથવા ગ્રીન આવે છે. દર્દીને ઊલ્ટી, કળતર જેવી પીડા થાય છે. લાંબા સમયે એની આડઅસર પણ થાય છે. આ ડૉક્ટરે રાજકોટની કેન્સર હોસ્પિટલ તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કોવિડ કેરમાં કુલ 300 જેટલા દર્દીઓનું નિરિક્ષણ કર્યું છે.

તેમણે એવી પણ સ્પષ્ટતા કરી કે, આ દવા તબીબોની સલાહ વગર ન લેવી જોઈએ. કોરોના વાયરસની બીજી લહેરમાં તાવ વધારે દિવસ સુધી શરીરમાં રહેતા ઑક્સિજન ઘટવાની સમસ્યા ઊભી થાય છે. જેના કારણે દર્દીને મુશ્કેલી પડે છે. બ્લડ સેલ્સ, WBCમાં ક્લોટ ફેર્મ હાઈ હોવાથી તેમજ હાઈપોક્સીયાને કારણે દર્દીનું ઑક્સિજન ઘટી જાય છે. જો 90થી ઓછું ઑક્સિજન હોય તો દર્દીને દર મિનિટે 4 લિટર ઑક્સિજન આપવું પડે છે. જોકે, કોઈ પણ દવા એક માત્રાથી વધારે શરીરમાં જાય તો નુકસાન કરે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો