શું તમે ડુંગળીની ચા વિશે સાંભળ્યું છે? ડુંગળીની ચા પીવાના છે અઢળક ફાયદા, મોટાપાની બીમારી થઇ જશે છૂમંતર

મસાલા ચા, બ્લેક ટી, ગ્રીન ટી, ગુલાબની ચા, દુધની ચા વગેરે અલગ અલગ પ્રકારની ચા બનાવવામાં આવે છે. પણ શું તમે ડુંગળીની ચા વિશે સાંભળ્યું છે. આજે અમે તમને ડુંગળીની ચા વિશે બતાવીશું, જેને પીવાથી હેલ્થને અઢળક ફાયદા થાય છે. સાથે જ તે સ્વાદમાં પણ બેસ્ટ હોય છે.

કેવી રીતે બનાવશો?

સૌથી પહેલા એક ડુંગળીને ધોઈને કાપી લો અને પછી તેને પાણીમાં ઉકાળો. પાણી ઉકળી જાય એટલે તેમાં લીંબુનો રસ અને ગ્રીન ટી બેગ એડ કરો. હવે તેણે છાળણીથી ચાળીને કપમાં રેડો. તેમાં મધ મિક્સ કરીને પીઓ.

ફાયદાઓ

યુરોપીય ક્લીનિકલ ન્યૂટ્રીશનના જનરલના અનુસાર, ડુંગળીમાં ક્વેરસેટિન નામનું તત્વ હોય છે, જે રક્તમાં એન્ટીઓક્સિડન્ટની ગતિવિધિને વધારે છે. આ ઉપરાંત ડુંગળીની ચામાં વિટામિન-સી પણ હોય છે, જે શરદી-ખાંસીના શરૂઆતના લક્ષણોને રોકવાનું કામ કરે છે.

ડુંગળીમાં રહેલ ક્વેરસેટિન નામનું પિગમેન્ટ બ્લડ ક્લોટ બનવાથી રોકે છે. જેનાથી હાઈપરટેન્શનનો ખતરો ઓછો થાય છે.

ડુંગળીની ચા કેન્સર સેલ્સને વધતા રોકે છે. તેમજ તે કોલોન કેન્સરને પણ સારું કરે છે. ડુંગળીમાં ઘુલનશીલ ફાઈબર હોય છે, જે કોલોનને સાફ કરવામાં મદદ કરે છે. આ ફાઈબર ત્વચા અને આંતરતાથી ટોક્સિનને બહાર કાઢીને કેન્સર સેલ્સને બનતા રોકવાનું કામ કરે છે.

* અનિંદ્રાની તકલીફવાળા દર્દીઓએ ઊંઘતા પહેલા આ ચા પીવી. થોડા દિવસમાં આ સમસ્યા દૂર થઈ જશે.

* આ ચામાં વિટામિન સી હોવાથી તેનાથી ઈમ્યુનિટી વધે છે અને શરીરના રોગો સામે લડવાની તાકાત મળે છે.

* મોટાપાની બીમારીમાં તે કારગત નીવડે છે. સતત 2 સપ્તાહ સુધી ડુંગળીની ચા પીવાથી શરીરમાં જમા થયેલી વધારાની ચરબી દૂર થાય છે.

* આ ચાને પીવાથી પાચન શક્તિ વધશે અને પેટમાં ઈન્ફેક્શ પણ નહિ થાય.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો