અમદાવાદમાં પોલીસના ઘરમાં જ ત્રાટક્યા ચોર! સુરત ફરજ બજાવતા PIના બંગ્લોમાં ચોરી, સીસીટીવીમાં કેદ થયા ઘરફોડ

અમદાવાદ શહેરમાં હવે ખુદ (Ahmedabad Police) પોલીસ અધિકારીઓના મકાન જ સુરક્ષિત નથી. આવું અમે નથી કહી રહ્યા પણ તાજેતરમાં શહેરમાં બનેલી ઘટના આવું કહી જાય છે. સુરતમાં ફરજ બજાવતા એક પોલીસ ઇન્સ્પેકટરનું નરોડામાં ( Theft in house of Police inspector) મકાન આવેલુ છે અને તેમની સોસાયટીમાં આવેલા તસ્કરોએ આ જ પીઆઇ ના મકાનને ટાર્ગેટ બનાવી ચોરીને અંજામ આપ્યો હતો. ત્યારે ખુદ પોલીસ અધિકારીઓના ઘર જ સુરક્ષિત નથી તો સામાન્ય પ્રજાની સુરક્ષાનું શુ તે સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે.

મૂળ સુરેન્દ્રનગરના લીંબડી માં આવેલા ઝારીયાળા ગામમાં રહેતા શક્તિદાન ગઢવી તેમના પરિવાર સાથે રહે છે અને ખેતીકામ કરે છે. તેમના બનેવી કુલદીપ દાન ગઢવી કે જેમનું મકાન અમદાવાદના નરોડા માં આવેલા કોરલ બંગલોમાં આવેલું છે.આ કુલદીપ દાન ગઢવી સુરત શહેર ખાતે પોલીસ ખાતામાં ફરજ બજાવે છે. જેના કારણે થઈ કુલદીપ દાન અને તેમના પત્ની તથા બાળકો સુરત ખાતે રહે છે.

ગત નવેમ્બર માસમાં કુલદીપદાન ના પત્નિ અને બાળકો અમદાવાદના નરોડા ખાતેના મકાને આવ્યા હતા અને બાદમાં 25 નવેમ્બરના રોજ મકાનને બંધ કરી બાળકો સાથે પરત સુરત જતા રહ્યા હતા. શક્તિદાન 14 ડીસેમ્બર ના રોજ સુરતના સચિન ખાતે તેમના મોટા ભાઈ ના ત્યાં કામથી ગયા હતા અને બાદમાં 30 ડિસેમ્બરના રોજ સુરતથી તેમના વતન સુરેન્દ્રનગર ખાતે જવા માટે નીકળ્યા હતા.

ત્યારે સવારે તેમના બનેવી કુલદીપદાન નો ફોન આવ્યો હતો અને શક્તિદાનને જણાવ્યું હતું કે નાના ચિલોડા પાસે આવેલા તેમના બંગલામાં તાળું તૂટ્યું છે. કુલદીપ દાનને સોસાયટીના સિક્યુરિટી વાળા ભાથીભાઈ રબારી એ ફોન કરીને જાણ કરી હતી. બાદમાં આ અંગે પોલીસને જાણ કરી હતી અને શક્તિદાન પરત અમદાવાદ આવ્યા હતા. કુલદીપ દાન સુરત ખાતે રહેતા હોવાથી તે સમયે આ બાબતની પોલીસે જાણવાજોગ દાખલ કરી હતી.

બાદમાં તેઓ અમદાવાદ આવ્યા હતા અને તપાસ કરી તો એમના ઘરમાંથી લાકડાના કબાટ ના ખાનામાંથી સોનાની એક તોલાની લગડી, સોનાની ત્રણ વીંટી તથા રિયલ ડાયમંડ વાળા નાકના દાણા સહિતની મતા ચોરી થઇ ગઇ હતી. વધુ તપાસ કરી તો ઘરમાંથી ચાંદીના દાગીના અને સિક્કાઓ પણ ચોરી થયા હતા અને સાથે સાથે રોકડા પણ ચોરી થયા હતા. જેથી આ અંગે પોલીસે કાર્યવાહી કરતા કુલ 1.32 લાખની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું.

સોસાયટીના લોકોએ તપાસ કરી તો રાત્રે બે થી ત્રણ વાગ્યાના અરસામાં બે લોકોએ આવીને ચોરી કરતા હોવાના સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યા હતાં. જે આધારે નરોડા પોલીસે ચોરો ને પકડવા તજવીજ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો