વાપીમાં ગૌતસ્કરીનો લાઈવ સીસીટીવી વીડિયો વાઇરલ, વાપીના બડકમોરા વિસ્તારમાં ગૌતસ્કરો ગાડીમાં ક્રૂરતા પૂર્વક ગાયો ભરી ને ફરાર

વલસાડ જિલ્લામાં (Valsad) ગૌતસ્કરો બેફામ બની રહ્યા છે. ઔદ્યોગિક નગરી વાપીના ભડકમોરા ચણોદ રોડ પર મોડી રાત્રે ગૌતસ્કર (Cattle Thief) ટોળકી રસ્તે બેસેલી ગાયોને ક્રૂરતાપૂર્વક પોતાની ગાડીમાં ભરી અને ફરાર થઈ ગયા હોવાનો લાઈવ દ્રશ્યો સીસીટીવી (cctv video) કેમેરામાં કેદ થયા છે. આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ (Viral) થઇ રહ્યો છે. જેને કારણે જિલ્લાના ગૌરક્ષકો અને જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લાગી રહ્યું છે કે વલસાડ જિલ્લા માં ગૌતસ્કરોને ખાખીનો પણ ખોફના હોય તેમ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે રસ્તા પર બેસેલા ગાયો અને ગૌવંશ ને ક્રૂરતા પૂર્વક કાર અને જીપ જેવા નાના વાહનોમાં ભરી અને મોડી રાત્રે રાતના અંધકારમાં ફરાર થઈ જાય છે અને ત્યાર બાદ તેમને કતલખાને ધકેલી દેવામાં આવે છે.

અત્યાર સુધી આવા અનેક બનાવો પોલીસ ચોપડે પણ નોંધાઈ ચૂક્યા છે. જોકે તેમ છે છતાં જિલ્લામાં ગૌતસ્કરી પર રોક લાગી નથી ઔધોગિક નગરી વાપીમાં જેવા રાત દિવસ સતત ધમધમતા શહેરી વિસ્તારમાં પણ મોડીરાત્રે રસ્તા પર બેસેલી ગૌવંશને ગાડીઓમાં ભરી અને ગૌતસ્કરોએ રાતના અંધકારમાં ફરાર થઈ જાય છે. આવો જ એક લાઇવ સીસીટીવી વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વાપીના ભડકમોર ચણોદ રોડ પર મોડી રાત્રે ગૌતસ્કર ટોળકી રસ્તા પર બેસેલી ગાયો અને વાછરડા ઓને સ્કોર્પિયો જેવી પોતાની ગાડીમાં બળજબરી પુર્વક ભરી અને ગણતરીની મિનિટોમાં જ ફરાર થઈ જાય છે.

મહત્વપૂર્ણ છે કે દસ દિવસ અગાઉ જ વલસાડ જિલ્લાના ડુંગરી નજીક નેશનલ હાઇવે પર ગૌતસ્કરો ના ટેમ્પોનો પીછો કરતા હાર્દિક કંસારા નામના એક ગૌસેવક પર ગૌતસ્કરોએ ટેમ્પો ચડાવી તેનું મોત નીપજાવી અને ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. તે ઘટનાના ગણતરીની કલાકોમાં જ વલસાડ પોલીસે ગૌતસ્કર ટોળકીના 11થી વધુ સાગરીતોને દબોચી સળિયા પાછળ ધકેલી દીધા હતા.

ત્યારબાદ પણ બે દિવસ અગાઉ ભીલાડ પોલીસે ગૌ માસ સાથે ગૌતસ્કર કસાઈઓને ઝડપી પાડયા હતા.જોકે તેમ છતાં જિલ્લામાં હજુ પણ ગૌતસ્કરોની અનેક ગેંગ સક્રિય છે. બેફામ બનેલા તસ્કરોને જાણે કોઈનો પણ ખોફ ના હોય તેમ મોડી રાત્રે જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પણ આવી ટોળકી વાહનો સાથે ત્રાટકે છે અને રસ્તે બેસેલા ગૌવંશને ગાડીઓમાં ભરી અને કતલખાને ધકેલી દે છે.

આ અગાઉ પણ ગૌતસ્કરી કરતી આવી ગેંગનો સામનો કરતા ગૌતસ્કરો એ ગૌરક્ષકો અને પોલીસકર્મીઓ પર પણ જીવલેણ હુમલાના બનાવ બની ચૂકી છે. ત્યારે બેફામ બની ગયેલા આવા ગૌંતસ્કર કસાઈઓને ખાખી નો પાવર બતાવવામાં આવે તે જરૂરી છે.

જોકે, અત્યારે તો વાપીના ભડકમોરા વિસ્તારમાં બનેલ ગૌરસ્કરીનો લાઇવ વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેને કારણે જિલ્લાના જીવદયા પ્રેમીઓ અને ગૌરક્ષકો માં રોષની લાગણી જોવા મળી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો