રાજકોટની મહિલા વિદેશની ધરતી પર ભારતીય સંસ્કૃતિ રાખે છે જીવંત, બાળકોને શીખવે છે રામાયણ અને મહાભારતના પાઠ
મૂળ રાજકોટના અને હાલ હોંગકોંગમાં રહેતા પૂર્વીબેન બુટોલા વિદેશની ધરતી પર ભારતીય સંસ્કૃતિને જીવંત રાખી રહ્યા છે. ત્યાં બાળકો ભારતીય સંસ્કૃતિ વિશે માહિતગાર થાય તે માટે શાળા અને સંસ્થામાં જઈને રામાયણ અને મહાભારતના પાઠ શીખવે છે. આ ઉપરાંત ભારતની રેસિપી, મહેંદી કળા, હિન્દી ભાષા શીખવાડે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
દરેક તહેવાર ભારતીય પરંપરા સાથે ઉજવે છે
પૂર્વીબેન બુટોલા જણાવે છે કે, છેલ્લા પાંચ વર્ષથી તેમની આ ઝુંબેશથી ત્યાંના લોકોમાં પરિવર્તન આવ્યું છે. બાળકો નાનપણથી જ માતાપિતા અને પરિવારનું મહત્ત્વ સમજતા થઇ ગયા છે. આ ઉપરાંત હોળી, ધુળેટી, જન્માષ્ટમી, દિવાળી જેવા તહેવારો ભારતીય રીતભાતથી જ ઉજવે છે. બાળકો પોતે રામાયણ અને મહાભારતના પાઠમાંથી શીખ લે છે અને પરિવાર સાથે વિસ્તારથી બધી વાત કરે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

