શાકભાજી વેચનાર મહિલાએ અંગ્રેજીમાં બોલવાનું શરૂ કરતા અધિકારીઓની બોલતી બંધ થઈ ગઈ
કોરોનાકાળમાં લોકોને કેવી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેનો એક વીડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક શાકભાજી વેચતી મહિલા તંત્રના અધિકારીઓને અંગ્રેજીમાં જ સણસણતો જવાબ આપે છે. આ મહિલા તંત્રની કાર્યવાહીનો વિરોધ કરી રહી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ઈન્દોરમાં એક શાકભાજી વિક્રેતા ડૉ,રાયસા અંસારીએ શાકભાજીની લારીઓ હટાવવા મામલે નિગમના અધિકારીઓનો વિરોધ કર્યો છે. અંગ્રેજીમાં તેમણે અધિકારીઓ પર આરોપ લગાવ્યા કે તે શાકભાજી વેચતા લોકોને પરેશાન કરે છે. આ મહિલાએ દાવો કર્યો હતો કે તેણે ઈંદોરની દેવી અહલ્યા યુનિવર્સિટીમાંથી પીએચડી કરી છે.
In Indore a vegetable vendor Raisa Ansari protested against the municipal authorities when they came to remove the handcarts of vegetables.The woman later claimed that she has done Phd in Materials Science from DAVV Indore. @ndtvindia @ndtv @GargiRawat #lockdown #COVID19 pic.twitter.com/RieGffTMyP
— Anurag Dwary (@Anurag_Dwary) July 23, 2020
માલવા મિલ ચાર રસ્તા પર ડૉ. રઇસાએ તંત્ર દ્વારા કરવામાં આવતી કાર્યવાહી સામે સવાલ ઉઠાવ્યા. વાયરલ વીડિયોમાં તેમણે કહ્યું કે અમે લોકો શું કરીએ ? શું વડાપ્રધાન અથવા કલેક્ટરના ઘરે જઈને મરી જઈએ ?
તેમણે કહ્યું કે ‘અમે અહીં 65 વર્ષથી ફળ અને શાકભાજીનો ધંધો કરી રહ્યા છીએ. અચાનક આવીને કોઈ પણ અમને ભગાવી દે છે. વારંવાર કહે છે કે અહિયાંથી જાઓ. દરેક ફળ અને શાકભાજીના પરિવારમાં 25 થી 27 લોકો છે, તેમને કેવી રીતે ખવડાવવું? ઘણા દિવસોથી પાણી પીને સુઈ જઈએ છે, કોઈ આવક થઈ રહી નથી. શુ કરીએ ?
તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે કોઈ સારી નોકરી કેમ નથી કરતા તો તેમણે કહ્યું કે ‘ પહેલો સવાલ છે કે કોણ કામ આપશે. મુસ્લિમોમાંથી કોરોના ઉત્પન્ન થયા છે તે ધારણા બની ગઈ છે કારણ કે મારું નામ રાયસા અંસારી છે.’
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

