લંડનથી પતિનો સુરત પોલીસને ફોન આવતા મચી અફડાતફડી, ‘મારી પત્નીને બચાવી લો, તાપી બ્રિજ પર ઉભી છે’

પારિવારિક કારણોથી કંટાળીને સુરત (Surat)ના અડાજણ (Adajan)માં રહેતી પરિણીતા બ્રિજ ઉપર પહોંચી ગઈ હતી. ત્યાંથી લંડન (London) રહેતા પતિ (Hasband)ને વીડિયો કોલ (Video call) કરી પોતે આત્મહત્યા (Suicide) માટે આવી હોવાનું જણાવી ફોન કાપી નાંખતાં ડરી ગયેલા પતિએ લંડનથી સુરત પોલીસ કંટ્રોલ રૃમ (Surat Police Control Room)માં ફોન કરી મદદ માગી હતી. અડાજણ પોલીસની દોડાદોડી વચ્ચે આ મહિલા ઘરે હેમખેમ પરત આવી ગઈ હતી.

સોમવારે બપોરે બારેક વાગ્યાના અરસામાં લંડનથી સુરત પોલીસ કંટ્રોલ રુમના ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિ ખૂબ ડરી ગયેલી હતી. તેણે પોતાનું નામ આપવાની સાથે પોતે લંડનમાં નોકરી કરતો હોવાનું તથા પત્ની અને પુત્રી સુરતમાં અડાજણ વિસ્તારમાં રહેતાં હોવાનું જણાવ્યું હતું. થોડાક સમય જ પહેલાં તેની પત્નીએ વીડિયો કોલ કર્યો હતો. વીડિયો કોલમાં તે નદીના બ્રિજ ઉપર ઊભી હોવાનું અને નીચે પાણી બતાવી પોતે આત્મહત્યા કરવા આવી હોવાનું જણાવી ફોન કાપી નાંખ્યો હોવાનું જણાવી અઘટિતની આશંકા સાથે પોલીસ પાસે મદદ માંગી હતી.

આ મહિલાને બચાવવા માટે ઝડપી કાર્યવાહી કરવી જરૃરી હોઈ કંટ્રોલ રૃમમાં અધિકારીઓ અને કર્મચારીઓએ ત્વરિત અડાજણ પોલીસ ઇન્સપેક્ટર ભગીરથસિંહ સગરને જાણ કરવાની સાથે ગ્રુપ મેસેજ પાસ કરાવી જે પણ પી.સી.આર. વાનને તેમની આસપાસના ખાસ કરીને અડાજણને જોડતાં બ્રિજ ચેક કરવાની સૂચના આપી હતી. કોલ મળ્યાના પાંચમી મિનિટે અડાજણની પી.સી.આર. વાન સરદાર બ્રિજ ઉપર પહોંચી ગઈ હતી. આ મહિલા નહિ મળતાં પોલીસ તેના ઘરે પહોંચી ગઈ હતી. અહીં તેની 17 વર્ષીય સગીર પુત્રી મળી આવી હતી. જોકે, થોડાક સમય બાદ આ મહિલા પણ પોતાના ઘરે પરત ફરી હતી.

આત્મહત્યા કરવાના ઇરાદે બ્રિજ ઉપર પહોંચી ગયેલી મહિલાને કારણ પૂછતાં પારિવાર વચ્ચે થયેલી સાવ સામાન્ય વાત કારણભૂત હોવાનું જણાવતાં પોલીસે મહિલાના ભાઈને તેડાવ્યો હતો અને મહિલાનું કાઉન્સેલિંગ કરી જિંદગી કેટલી કીમતી છે તેની સમજ પાડી હાસ્ય સાથે ઘરે મોકલી હતી.

મહિલાને બચાવવા માટે કોલ આવ્યો ત્યારથી તે મળી નહિ ત્યાં સુધી કંટ્રોલ રૂમ અને અડાજણ પોલીસના કર્મચારી ઉચાટમાં રહ્યા હતા. જ્યારથી કોલ લાગ્યો ત્યારથી આ મહિલાને શોધવા માટે દોડાદોડી કરનાર કંટ્રોલ રુમના અધિકારી અને કર્મચારી, અડાજણ પોલીસ ઇન્સપેક્ટર અને પી.સી.આર. વાનના કર્મચારીને પોલીસ કમિશનર અજય તોમરે ઇનામ જાહેર કર્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો