ભાવનગરમાં કોરોનાથી મૃત્યુ થતાં સ્મશાનમાં હાર પહેરાવતા માતાની આંખ ખુલ્લી જોઈ પુત્રએ કહ્યું-મારી મા જીવતા છે, લોકો ટોળે વળ્યા

ભાવનગરમાં કોરોના સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા બાદ મહિલાના મૃતદેહને સીંધુનગર સ્મશાને લઈ જવાયા બાદ પુત્ર ફૂલહાર પહેરવતા જ તેની માતાની આંખ ખુલ્લી જોઈ જતા જ બુમ પાડી હતી કે, મારી મા જીવતા છે, થોડી વારમાં વાત હવાની માફક પ્રસરી જતા લોકો ટોળે વળ્યા હતા, ત્રણથી ચાર કલાક મૃતક જીવતા હોવાના મામલે તર્ક વિતર્કના અંગે અગ્નિદાહ અપાયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ઘટના એવી બની હતી કે, શહેરના સિધુનગરના ૫૨ ર્વિષય મહિલાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા સર ટી. હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યા સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજ્યું હતું, દરમિયાનમાં મહીલાના મૃતદેહને સિંધુનગર સ્મશાને અગ્નિ સંસ્કાર માટે લવાયા હતા, જ્યા તેના પુત્રએ ફુલહાર પહેરવા જતા મૃતદેહની આંખ ખુલ્લી જતા જ જાહેર કર્યું હતુ કે, મારી મા જીવતા છે,

દરમિયાનમાં સ્મશાનમાં સેવા આપતા સુરેશભાઈને બોલાવ્યા તેઓએ કહ્યું કે, મૃતદેહની આંખ ખુલ્લી રહી ગઈ છે, ખરેખર મહિલા મૃત્યુ પામ્યા છે, પરંતુ તેના પરિવારજનોને શંકાનું સમાધાન થયું ન હતું, એટલે ૧૦૮ને બોલાવી હતી. ૧૦૮ના સ્ટાફે પણ મહીલા મૃત હોવાનું કહ્યું હતું. પરંતુ મહિલાની આંખ ખુલ્લી જોઈને તેના પરિવારજનો માનવા તૈયાર ન હતા.

સર ટી. હોસ્પિટલમાંથી મૃતદેહ લવાયા બાદ ફરી ત્યા લઈ જવાનું મૃતકના પરિવારજનોએ કહ્યું, પરંતુ આ વેળાએ ૧૦૮ના સ્ટાફે કહ્યુ કે મૃતદેહ હોસ્પિટલ લઈ જઈએ, પણ મૃત જ જાહેર કરાશે તો હવે પીએમ કરવા સહિત વધુ ચારથી પાંચ કલાકનો સમય જશે, આટલી ચર્ચા વિચારણામાં અહીં આસપાસમાંથી રહીશોનું ટોળું એકત્ર થઈ ગયું હતું, અંતે મૃત હોવાનું સ્વિકારીને મહિલાના શબને અગ્નિદાહ આપી દેવાયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો