મોબાઇલમાં રાચતા બાળકોની અવગણના કરતા માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો: સુરતમાં મોબઇલ રિચાર્જ ન કરાવનારા પિતા પર દીકરો ચપ્પુ લઇ તૂટી પડ્યો

મોબાઇલ (Mobile)માં રાસ્તા દીકરાઓની અવગણના કરી પોતાના કામમાં મસ્ત રહેતા માતા-પિતા તેમજ પરિવારજનો માટે આ કિસ્સો એક લાલબત્તી સમાન છે. સુરત (Surat)માં પબજી ગેમ (Pub G Game) રમી શકે તે માટે મોબાઈલ રિચાર્જ (Mobile Recharge)કરાવવા પિતાએ રૂપિયા ન આપતા કળિયુગી પુત્રએ ચપ્પુના ઘા મારી પિતા પર જીવલેણ હુમલો કર્યો છે. હુમલો કરી પુત્ર ફરાર થઈ જતા પિતાએ લિંબાયત પોલીસ (Limbayat Police)માં પુત્ર વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે.

સુરતમાં PUB G ગેમની ક્રૂરતાનો ભોગ એક પિતાએ બનવું પડ્યું છે. સુરતના લિંબાયતમાં પિતા પાસે ફોનમાં પબજી ગેમ રમવા 20 વર્ષિય દીકરાએ 500 રૂપિયા માંગ્યા હતા. પિતાએ ન આપતા દીકરાએ ચપ્પુ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સુરતના લીંબાયત નીલગીરી સર્કલ નજીક જવાહર મહોલ્લામાં રહેતા 52 વર્ષિય ભાઈલાલ કારાભાઈ માળીને બે દીકરા છે. મોટો દીકરો અનીલ અને નાનો ઉમેશ છે. જેમાં ઉમેશે તેના પિતા પાસે મોબાઇલમાં પબ જી ગેમ રમવા 500 રૂપિયા માંગ્યા હતા. પિતાએ આપવાની ના પાડતા ઉમેશે ઝગડો શરૂ કરી પિતાને માથામાં અને પેટના નીચેના ભાગે ચપ્પુ મારી દીધું હતું. મોટો દીકરો તેમજ અન્ય લોકોએ ઉમેશને સમજાવ્યો ત્યારે ઉમેશે પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયો હતો. ભાઈલાલને તેમની દીકરી સ્મીમેર હોસ્પિટલ લઈ ગઈ હતી. પિતાએ ઉમેશ વિરુદ્ધ લિંબાયત પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી,

ત્યારે આ એક રમવાના રૂપિયા માટે ઝઝૂની મગજના પુત્રએ પોતાના પિતા પર જીવલેણ હુમલો કરતા અન્ય માતા પિતા માટે પણ એક લાલબત્તી સમાન કિસ્સો છે. હાલ તો ગંભીર રીતે ઘાયલ પિતાની સારવાર ચાલી રહી છે ત્યારે હુમલાખોર પુત્રની પોલીસે અટકાયત કરી લીધી છે. હાલ તો પોતાના જ પિતા પર હુમલો કરવા બદલ પુત્રએ જેલની હવા ખાવાનો વારો આવી ગયો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો