રાણાકંડોરણાની શાળાએ 435 વિદ્યાર્થીઓની 12 લાખ ફી માફ કરી, શાળા ઘરના પૈસે ચૂકવશે બિલ્ડીંગનું ભાડુ
કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા અપાયેલા લોકડાઉનમાં અનેક લોકોએ રોજીરોટી ગુમાવી દીધી છે ત્યારે આવા લોકોના બાળકોના અભ્યાસ માટે રાણાકંડોરણાની શાળા આગળ આવી છે, આ શાળામાં ભણતા વિદ્યાર્થીઓની ૬ માસની રૂ.૧૨ લાખ જેટલી માતબર રકમની ફી માફ કરી દીધી છે અને જો લોકડાઉન વધશે તો વધુ સમય માટે પણ ફી માફ કરી દેવાશે તેવું જાહેર કર્યુ છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
રાણાવાવ તાલુકાનું રાણાકંડોરણા ગામ ખૂબ જ નાનુ એવુ ગામડુ છે, ખેતી પર નભતા આ ગામના ખેડુતોના સંતાનો ગામની શ્રી જીનીયસ સ્કૂલમાં કે.જી. થી ધો. ૧૨ સુધીનું ભણતર ભણે છે. શાળામાં હાલ ૪૩૫ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે પરંતુ કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતા સરકાર દ્વારા શાળાઓ બંધ કરી દેવામાં આવતા આ શાળાના વિદ્યાર્થીઓનું ભણતર પણ અટકી પડ્યુ હતુ, પરંતુ નાના એવા ગામડાની શાળાએ તુરંત જ પોતાના આ વિદ્યાર્થીઓને અભ્યાસ મળી રહે તે માટે ઓનલાઇન અભ્યાસ કરાવવાની પધ્ધતિ શરૂ કરી દીધી હતી. એટલું જ નહિ શાળાના સંચાલકોએ લોકડાઉનમાં વ્યાપેલી મંદીને ધ્યાને લઇને ૪૩૫ જેટલા શાળાના વિદ્યાર્થીઓની રૂ.૧૨ લાખ જેટલી ૬ માસની ફી માફ કરી દીધી છે. એટલું જ નહિ પરંતુ જો લોકડાઉન વધશે તો બાકી સમયની ફી પણ નહિ લેવામાં આવે તેવું જાહેર કરી દીધુ છે.
શાળાના સંચાલકોએ દર્શાવેલી ઉદારતાથી પ્રેરાઇને આ શાળાના ૨૪ જેટલા શિક્ષકોએ પણ ૬ માસનો રૂ.૮ લાખ જેટલો પગાર જતો કરી દીધો છે અને શાળા પાસેથી પગાર લીધા વગર ૬ માસ સુધી વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ભણાવશે તેવી બાંહેધરી આપી છે.
શાળા ઘરના પૈસે બિલ્ડીંગનું ભાડુ ચૂકવશે
રાણાકંડોરણાની આ શાળાનું બિલ્ડીંગ ભાડા પર મેળવવામાં આવેલ છે, અને આ બિલ્ડીંગનું ભાડુ વિદ્યાર્થીઓની ફી માંથી જ ચૂકવવું શક્ય બને છે. પરંતુ શાળાએ ફી માફી નો નિર્ણય કરી 2 લાખ ભાડુ શાળાના ખર્ચે ભરવામાં આવશે. આ શાળામાં મારો દીકરો અને દીકરી બન્ને અભ્યાસ કરે છે, શાળાના આ નિર્ણયથી મારે હવે રૂ.૧૮,૦૦૦ જેટલી ફી ભરવી નહિ પડે, જેનાથી મને ખૂબ રાહત મળી છે. – અંજનાબેન પાઠક, વાલી
શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મધ્યમ વર્ગમાંથી આવે છે અને વિદ્યાર્થીઓના વાલીઓ રોજે રોજનુ કમાઇ છે અને રોજેરોજનું ખાઇ છે, લોકડાઉન દરમ્યાન વાલીઓની આવક બંધ થઇ જતા તેઓને નાછૂટકે પોતાના સંતાનોની ફી ન ભરી શકવાને લીધે અન્ય શાળામાં ખસેડવા પડે તેવા સંજોગો ઊભા થયા હતા, જેથી વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે અમે ફી માફીનો નિર્ણય લીધો છે. – પરેશ હાથલીયા, શાળા સંચાલક
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

