અમદાવાદની સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી આવી સામે, અન્ય બીમારીવાળાને ટેસ્ટ વિના કોરોના વોર્ડમાં દાખલ કરાયા, ગુજરી ગયા બાદ ભાંડો ફૂટ્યો

અમદાવાદની સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. શહેરના દૂધેશ્વર વિસ્તારની એક ચાલીમાં રહેતાં ૪૫ વર્ષીય મહિલાને શ્વાસની તકલીફ હોવાથી સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં ટેસ્ટ વિના જ તેઓને કોવિડ હોસ્પિટલના કોરોના વોર્ડમાં દાખલ કરી દેવાયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

જ્યાં બે દિવસની સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતુ પછી કોરોનાનો રિપોર્ટ આવ્યો તો માલૂમ પડયું કે, મૃતકને કોરોના હતો નહીં. મૃતકના પુત્રનો આક્ષેપ છે કે, કોઈપણ ટેસ્ટ કર્યા વિના તેમના મમ્મીને કોરોના વોર્ડમાં દાખલ કરી દેવાયા હતા જેથી તેઓ ડરી ગયા હતા સાથે તેમને સમયસર યોગ્ય સારવાર ન મળતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

દૂધેશ્વર વિસ્તારની ભલાજીની ચાલીમાં રહેતાં ૨૫ વર્ષીય પ્રદીપ વછેટાના ૪૫ વર્ષીય માતા મંજુલાબહેન વછેટા હવે આ દુનિયામાં રહ્યાં નથી પણ તેમનાં મૃત્યુને લઈ તેમના પુત્રમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે કેમ કે, તેમના પુત્રનું સ્પષ્ટ માનવું છે કે, તેમના માતાને યોગ્ય સમયે યોગ્ય સારવાર મળી હોત તો તેમનો જીવ બચાવી શકાયો હોત પણ સિવિલ હોસ્પિટલની બેદરકારીને લીધે તેમના આખા પરિવાર ઉપર આભ ફાટી પડયું છે.

પ્રદીપ વછેટા જણાવ્યું હતું કે,’ મમ્મીને મોનોપોઝના પ્રોબ્લેમને લીધે શરીરમાં બ્લડ ઓછું હતું. જેથી તેમને શ્વાસ લેવામાં તકલીફ હતી. આથી, તેઓ બે-ત્રણ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા પણ ત્યાંથી કોરોના શંકાસ્પદ લાગતા રિપોર્ટ કરાવવાની ભલામણ કરાઈ હતી જેથી સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા પણ ત્યાં ટેસ્ટ કર્યા વિના જ કોવિડ હોસ્પિટલમાં દાખલ કરી દેવાયા હતા જ્યાં તેમને શ્વાસ લેવામાં તકલીફ હતી.

તે અંગે વારંવાર ફોન કરીને મમ્મીએ જાણ કરી હતી પણ કોઈએ ધ્યાન આપ્યું ન હતું. તા.૨૨મીએ દાખલ કરાયા હતા અને તા. ૨૪મીએ તેઓ ગુજરી ગયા હતા અને આજે ૨૬મીએ કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જો સમયસર રિપોર્ટ કરી અને સારવાર આપી હોત તો તેમનો જીવ બચાવી શકાયો હોત. ‘

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો