વસોના અલિન્દ્રા ગામમાં મનરેગા કૌભાંડ: સરપંચ અને તલાટીની મીલીભગતથી રૂ. 35 લાખથી વધુની ગેરરીતિ થઈ હોવાના ગંભીર આક્ષેપ, શ્રમિકોના બદલે સરપંચે પરિવારજનોના જોબકાર્ડ બનાવી રૂપિયા ઉપાડી લીધાનો આક્ષેપ

વસોના અલિન્દ્રા ગામમાં મનરેગાના કામોમાં સરપંચ અને તલાટીની મીલીભગતથી રૂ. 35 લાખથી વધુના વિકાસ કામોમાં વ્યાપક ગેરરીતિ અપનાવાઇ હોવાના ગંભીર આક્ષેપ થયા છે. જેમના નામે જોબકાર્ડ ઇસ્યૂ થયા છે તેમને કોઇ લાભ મળ્યો નથી. ગામમાં 300 જેટલા જોબકાર્ડ ધારકો છે પરંતુ મોટાભાગના જોબકાર્ડ સરપંચ અથવા તેમના મળતીયાઓ પાસે એક જ જગ્યાએ જમા રાખ્યા છે. જેમના નામે મજૂરીની રકમ ફાળવાઈ છે તેમને જ્યારે રકમ તેમના ખાતામાં જમા થાય ત્યારે માત્ર 500 – 1000 રૂપિયા આપી બાકીની રકમ તેમના ખાતામાંથી બારોબાર ઉપાડી લેવામાં આવે છે જેમાં બેંકકર્મીની સંડોવણી હોઇ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સૌથી ચોંકાવનારી બાબત એ છે તે મનરેગા હેઠળ જે કંઇપણ કામો કરવામાં આવે છે તેનો લાભ ગરીબ શ્રમિકોને મળે તે માટે તેમના જોબકાર્ડ ઇસ્યૂ કરી તેમને રોજગારીની રકમ ચૂકવવામાં આવે છે પરંતુ અહીંયા તો સરપંચનાં પત્ની, પુત્ર અને પુત્રીના નામના જોબકાર્ડ બનાવી 8148 જેટલી રકમ તેમના ખાતામાં જમા કરવામાં આવી છે.

બીજી એક સનસનીખેજ બાબત એ છે કે જ્યારે એક જાગૃત નાગરિકે સરપંચ સાથે ટેલિફોનિક વાતચીત કરી તો સરપંચ રજનીકાન્ત પટેલે કહ્યું કેં, મનરેગાના કામમાં 40 ટકા રકમ જ આવે છે. આપણે રૂ. 35 લાખની રકમ ઓનપેપર ભલે બતાવી પણ બાકીના રૂપિયા ઉપર ચવાઇ જ જતા હોય છે. સરપંચે એવું પણ કહ્યું કે હવે ઇલેક્શન આવે છે ત્યારે આ બધો વિવાદ ના કરીશ.

સરપંચ રજનીકાંત પટેલ અને અરજદાર વચ્ચેની વાતના અંશો

સરપંચ : પેલા દિન્યાને બિવડાવે છે કેમ?

અરજદાર : બિવડાવુ છુ ક્યાં? જે લીગલી છે, તે કહ્યુ. મારી જોડે લિસ્ટ છે. પાંચ-છ જણને મળી આવ્યો, એ લોકો કહે છે કે, અમારી પાસબુક અને બધુ એમની જોડે છે, અમને તો સહી કર્યાના હજાર રૂપિયા જ મળે. નિલેશકાકાએ મને એમ કહ્યુ કે, મને તો આ વસ્તુની ખબર જ નથી.

સરપંચ : અમુક લોકોના ખાતા ન હોય.

અરજદાર : એમને કદાચ સરકારી યોજનાની જરૂર હોય તો એ લોકો ખાતુ ખોલાઈ શકે. આપણે કરવાની જરૂર ન હોય.

સરપંચ : ના..ના…, અમુકના ખાતા નથી હોતા. એટલે આપણે બીજાના ખાતામાં નાખી, અમુક કામ આપણે જે.સી.બી.થી કરાવી છે ને….

અરજદાર : તમે જે વસ્તુ કહો છો, તે કાયદાકીય રીતે સાચુ નથી કે તમે મારા નામે પૈસા લઈ બીજાને આપો.

સરપંચ : લીગલ નથી, આપણે અમુક કામ જે.સી.બી.થી કરાવીએ છે. ઈન લીગલી જ કરાવીએ છે. જે.સી.બી.એ કરાવીએ, એટલે પેમેન્ટ તો એમને આપવુ જ પડે ભાઈ…એ રીતે મનરેગાના કામ સાચા એકેય કરાય નહીં.

અરજદાર : અલિન્દ્રામાં ત્રણ વર્ષમાં 35 લાખ રૂપિયા, એટલે હું જાગૃત નાગરીક છુ, જે ગરીબોના ખાતામાં પહોંચવા જોઈએ નથી પહોંચતા રજનીકાકા…

સરપંચ :આપણે જે કામ કરાવ્યા તે લીગલ જ છે.

અરજદાર : તો ખાતાવાળુ અનલીગલ થયુ ને? તો પછી તમે ખાતાધારકને 1000 રૂપિયા કેમ આપો છો? તમારા ઘરના જ ત્રણ ખાતા છે.

સરપંચ : ક્રિના (સરપંચની દિકરી)ના ખાતામાં પૈસા નાખ્યા એ ઉપાડીને બીજાને આપ્યા.

અરજદાર : 35 લાખનું સ્કેમ છે, તેને હું ખુલ્લુ તો પાડવાનો છુ, પબ્લિકને જાગૃત તો કરીશ.

સરપંચ : તને કોણે આ હરીયો કરાવી?

અરજદાર : મને કોઈએ હરીયો નથી કરાવી, હું એક જાગૃત નાગરીક છુ, અને બધુ કરી શકુ રજનીકાકા..

સરપંચ : તુ મને મળજે, સાંભળ…

અરજદાર : મારો એક જ ધ્યેય છે કે શકરીબેન મોહનભાઈ, એમના ખાતામાં 2018માં 14000 આ‌વ્યા તો એમને પુરા મળવા જોઈએ.

સરપંચ : તુ માથે ચઢાવીશ બધાને?

અરજદાર : હું નિલેશકાકાને મળીને આવ્યો, મેં એમને પૂછ્યુ તમે આટલા બધા ગરીબ છો? તો એમણે કહ્યુ મને આ વસ્તુની ખબર જ નથી. તમે ધારો કે, મારા ખાતામાં 1 લાખ રૂપિયા નાખ્યા, એમાંથી મને 1000 રૂપિયા આપીને 99 હજાર લઈ ગયા, તો એ કોને આપ્યા, એ કોઈક તો માણસ હશેને?

સરપંચ : ભાઈ, આપણે જે.સી.બી.થી જે કામ કરાવ્યાને. માટી ખોદાવી અને નરીઓ પુરાવી. એ બધા પૈસા જે.સી.બી.ના આપ્યા. ટ્રેક્ટરોના આપ્યા….

અરજદાર : મારુ કોઈને બિવડાવવાનું કામ નથી, હું સાચુ છે એ પબ્લિક સામે લઈને આવ્યો.

સરપંચ : તુ ખોટો ઉહાપોહ ના કરીશ. આગળ ઈલેક્શન આવે છે જો…

અરજદાર : ઈલેક્શન આવે વાત સાચી, પણ મે તો ગાંધીનગર સચિવમાં ફરીયાદ દાખલ કરી છે.

સરપંચ : વાંધો નઈ, પણ આપણા લીધે આજે કોઈક નોકરી વગર થઈ જાય જો…

અરજદાર : એ એનો પ્રશ્ન છે, એ જાગૃત રહ્યો હોય અને ખિસ્સામાં ના મૂક્યા હોત તો હું એનો સપોર્ટ કરતો.

સરપંચ : એણે એના ખિસ્સામાં નથી મૂક્યા..આપણે કામ કરાવ્યા છે.

અરજદાર : કાયદાકીય રીતે આ કામ અનલીગલી છે…

સરપંચ : અનલીગલી જ છે, મનરેગાના કામમાં 40 ટકા જ પૈસા આવે, 35 લાખ ભલે ઓન પેપર બતાવે. પણ બાકી પૈસા ચવાઈ જ જતા હોય ઉપરથી……

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો