રાજપીપલા/ સ્થાનિકોની હાલત જોઈને આંખો ભરાઈ આવતા PIએ પોતાના પગારમાંથી અનાજની કીટો બનાવી આખા ગામમાં વહેંચી

લોકડાઉનને લઈને લોકો ટોળેના વળે અને પોતાના ઘરમાં રહે એ હેતુસર રાજપીપલા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન.રાઠવા પોતાની ટીમ સાથે પેટ્રોલિંગ પર ગયા હતા. ત્યારે જુનારાજ અને બાજુના ગામના જરૂરિયાતમંદ આદિવાસીઓએ કહ્યું, સાહેબ કંઈ મદદ કરો, કશુ ખાવાનું નથી ત્યારે આ પોલિસ અધિકારીની રીતસરની આંખો ભરાઈ આવી હતી. તરત પીઆઈ આર.એન.રાઠવા રાજપીપલા આવી અનાજ જરૂરી સમાન ખરીદી પોતાની ટીમ સાથે જરૂરિયાતમંદોને અનાજ અને જરૂરી સમાન આપ્યું હતું. આજે પોતાના પરિવારથી દૂર કોરોના સામે એક યોદ્ધાની જેમ લડી રહેલ ટાઉન પીઆઇએ લોક સેવા કરી માનવતા ભર્યું કાર્ય કર્યું જેના પર આખો પોલીસ પરિવાર ગર્વ કરે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

અંતરિયાળ વિસ્તારમાં મદદની તાતી જરૂર

નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકર સિંહના માર્ગદર્શન હેઠળ પોલીસ ગરીબોને અનાજ અને જરૂરી વસ્તુઓનું દાન કરે છે. પોલીસ લોકોની રક્ષા સાથે સહાયની પણ કામગીરી કરે છે ત્યારે જેની પ્રેરણાથીજુનારાજ ગામે પહોંચેલા ટાઉન પીઆઇને લોકોની હાલત જોઈ જેમને સેવા કરવા જાતે પહોંચ્યા હતા. ત્યાં તેઓએ જરૂરિયાત મંદોને અને બિન સહાય વિધવાઓને અનાજની કીટ વિતરણ કરી ત્યાં 90-95 વર્ષના ઉંમરના “દાદા અને બા” એ એમના માથે હાથ મુક્યો હતો અને કહ્યું કે, સાહેબ તમે આવ્યા તો અમારી માટે ભગવાન આવ્યા સમાન છે. આટલું કહેતા એમની આંખોમાં રીતસરના જરજરીયા આવી ગયા હતા. આ કરુણ દ્રશ્ય એ બાબત સાબિત કરે છે કે હજુ પણ અંતરિયાળ વિસ્તારમાં મદદની તાતી જરૂર છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો