મુંબઇના દંપતીને સુરતમાં થયો કડવો અનુભવ, માસ્ક ન પહેરતા પોલીસે માર્યો માર

સુરત (Surat) અડાજણ સ્ટાર બજાર (Star Bazar) પાસે માસ્ક (Mask) નહીં પહેરવા બાબતે મુંબઈ (Mumbai)ના દંપતી સાથે ઘર્ષણ થતા મહિલાના પતિને સુરત પોલીસે (Surat Police) દંડેથી માર મારીયા હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. માર મારતા યુવકને ઇજાઓના નિશાન પણ દેખાઈ આવ્યા હતા. માત્ર એટલું જ નહીં યુવકના કપડાં પણ ફાટી ગયા હતા.

અડાજણ સ્ટાર બજાર પાસે ટ્રાફીક પોલીસ દ્વારા માસ્ક નહીં પહેરનાર લોકો પાસે દંડ વસુલવાની કામગીરી ચાલી રહી હતી, ત્યારે મુંબઈની ગાડીમાં એક કપલ માસ્ક વગર બેસી જતું હતું. પોલીસે ગાડી અટકાવી માસ્ક નહીં પહેરવા બાબતે દંડ ભરવા કહીયું હતું. ત્યાં જ પોલીસ અને આ કપલ વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યાં મામલો ઉગ્ર બન્યો હતો. પોલીસ અને કપલ વચ્ચે ઘર્ષણ થયું હતું. જોકે મહિલાનો આરોપ છે કે, તેઓ દંડ ભરવા તૈયાર હતા પણ પોલીસે તેઓ સાથે તોછડું વર્તન કરી તેમની સાથે અપશબ્દો બોલ્યા હતા. એટલું જ નહીં પણ તેના પતિને પોલીસે દંડા વડે માર માર્યો હતો અને તેને પણ નીચે ફેંકી દીધી હતી. સ્થાનિકોની મદદથી તેઓને છોડાવી બચાવ કર્યો હતો.

ત્યારે પોલીસે પણ પોતાના બચાવમાં કહ્યું હતું કે, મહિલા અને તેના પતિને માસ્ક ન પહેરવા બાબતે પોલીસે ગાડી અટકાવી દંડ ભરવા કહ્યું હતું પણ તેઓને દંડ નહીં ભરવા માટે તે ખોટું નાટક કરી પોલીસ પર ખોટા આરોપ મૂકી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો