રાજસ્થાનમાં જીવતા સળગાવાયેલા પૂજારી પરિવારનો એકમાત્ર આધાર હતા, 6 પુત્રીઓ, 1 દિવ્યાંગ, 1 મંદબુદ્ધિ પુત્ર અને ઘરમાં છે માત્ર 10 કિલો લોટ આવી સ્થિતિ છે
દર્દ, દરિદ્રતા, લાચારી, અભાવ, મજબૂરી, દુઃખોનો પહાડ, આ તમામ શબ્દો કરૌલીમાં જીવતા સળગાવી દેવાયેલા પૂજારીના ઘરની હાલત જોઈને આપોઆપ હૃદયમાંથી નીકળે છે. આ ઘરની હાલત જોઈને હૃદય અકળાવી દે એમ છે. પૂજારી બાબુલાલ વૈષ્ણવની 6 પુત્રીઓ અને એક પુત્ર છે.
4 પુત્રીઓનાં લગ્ન થઈ ગયા છે, બે અપરિણીત છે. તેમાં પણ એક દિવ્યાંગ છે. જે પુત્રને સરકારી નોકરી આપવાનું આશ્વાસન અપાયું છે, એ મંદબુદ્ધિ છે. ઘરમાં ખાવાના નામે માત્ર 10 કિલો લોટ છે. સૂવા માટે ફાટેલી પથારી છે અને રહેવા માટે તૂટ્યાફૂટ્યા છાપરાની છત છે.
ચાર દિવસથી બેહોશ રહેલી મૃતક પૂજારી બાબુલાલની પત્ની વિમલાએ રૂંધાયેલા અવાજે કહ્યું હતું કે જેમણે મારા પતિની નિર્મમ હત્યા કરી છે, તેની ધરપકડ કરવામાં આવે (પોલીસ અત્યાર સુધીમાં 8માંથી માત્ર બે આરોપીઓની ધરપકડ કરી શકી છે.)
વિમલા કહે છે કે આરોપીઓ અમને ધમકી આપી રહ્યા છે. અમારા પરિવારને સુરક્ષા આપવામાં આવે. મૃતકની પુત્રી કવિતા કહે છે કે તેના ભાઈને સંવિદાના બદલે સરકારી નોકરી મળે, જેથી પરિવારનું ગુજરાન ચાલે.
અત્યાર સુધી સરકારે અમને કોઈ વળતર આપ્યું નથી. ઉલ્લેખનીય છે કે સરકારે 10 લાખ રૂપિયાનું વળતર આપવાની ઘોષણા કરી છે. કલેક્ટર સિદ્ધાર્થ સિહાગે કહ્યું હતું કે સોમવારે પરિવારજનોને ચેક આપી દેવામાં આવષે. જ્યારે, ભાજપ નેતા કપિલ મિશ્રા પણ પરિવારજનોને 25 લાખ રૂપિયા આપવા માટે કરૌલી પહોંચ્યા હતા.
બૂકના ગામના નાના મંદિરમાં આવનારા લોકોના મામૂલી ચઢાવાથી પૂજારી ઘર ચલાવતા હતા
પૂજારી બાબુલાલ પરિવારનો એકમાત્ર આધાર હતા. બૂકનાના નાનકડા મંદિરમાં આવતા લોકોના મામૂલી ચઢાવાથી તેઓ જેમતેમ પોતાનું ઘર ચલાવતા હતા. હવે પરિવારના લોકો અહીં આવનારા લોકોને જોઈ રહે છે. હાલમાં ચમકતી ગાડીઓ, સફેદ કૂર્તા પાયજામામાં સંવેદનાની ચાસણીમાં ડૂબેલા કેટલાક લોકોનો જમાવડો અહીં વધી ગયો છએ. પરંતુ રાજનીતિથી દૂર આ પરિવારને બસ એ ચિંતા છે કે અંધકારમાં ડૂબેલા તેમના ભવિષ્યને રોશનીનું કિરણ કેવી રીતે મળશે.
ગહેલોત બોલ્યા- ભાજપે ઘટનાને જાતિય રંગ આપવાની કોશિશ કરી
મુખ્યમંત્રી અશોક ગહેલોતે કહ્યું હતું કે એ નિંદનીય છે કે ભાજપે બે પરિવારોની વચ્ચે જમીન વિવાદના લીધે બનેલી સપોટરાના બૂકના ગામની દુઃખદ ઘટનાને મીણા અને વૈષ્ણવ સમાજ વચ્ચે જાતિય વિવાદનું સ્વરૂપ આપવાનો કુપ્રયાસ કર્યો. તેનાથી રાજસ્થાનની છબિ બીનજરૂરી રીતે ખરડાઈ છે. આ ઘટના કોઈ જાતિય સંઘર્ષ અંગેની નહોતી કે કોઈ પૂર્વાયોજિત પ્રકરણ નહોતું.
આ જમીનના ટુકડા પરના કબજા અંગે બે પરિવારો વચ્ચેનો વિવાદ હતો, જે આ હૃદયવિદારક ઘટનામાં બદલાઈ ગયો. મીણા સમાજ અને અન્ય લોકો પૂજારી બાબુલાલ વૈષ્ણવની સાથે હતા અને બહુમતી મીણા સમાજની પંચાયતે જમીનના મામલે બાબુલાલ તથા રાધા ગોપાલજી મંદિરના હકમાં સંમતિ આપી હતી. સીએમએ આ કેસની તપાસ સીઆઈડીસીબીના એસપી વિકાસ શર્માની દેખરેખમાં કરાવવાનો નિર્દેશ આપ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

