માસીયાઇ ભાઈ-બહેનના આડા સંબંધની શંકામાં પતિએ પોતાની જ પત્નીની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી નાંખી

પંચમહાલના શહેરા તાલુકાના બિલિથા ગામે ખૂની ખેલ ખેલાયો છે. જ્યાં માસીયાઇ ભાઈ-બહેનના આડા સંબંધની શંકાએ પતિએ પત્નીને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી હતી. પોલીસ દ્વારા ઘટનાની જાણ થતાં કાયદેસરની કાર્યવાહી હાથધરી હત્યારા આરોપી પતિને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર પંચમહાલના શહેરા તાલુકાના બિલીથા ગામના હડકાઇ માતાના મુવાડા ફળિયામા રહેતા રતિલાલ વાઘરી અને તેઓના સાઢુ ભાઈ આજથી એક માસ અગાઉ બાધા અર્થે લાડવેલ ગામે ગયા હતા. ત્યાંથી પરત ફરતા મૃતકની બહેનનો દીકરો પોતાની જ માસીયાઈ બહેન સામે ટગર ટગર જોઈ ઈશારો કરતા મૃતકના પતિએ જોઈ લેતા તેઓ વચ્ચે ખટરાગ ઉભો થયો હતો અને તે ખટરાગના કારણે રસ્તા વચ્ચે જ ઉતરી ગયા હતા. આ તરફ મૃતકના પતિ અને આરોપી રતિલાલ વાઘરીએ ઘરે જઈને પોતાની સાળીને કહ્યું કે મારી દીકરી પિન્કીને કેમ બદનામ કરો તેમ કહી બીભત્સ ગાળો બોલવા માંડ્યા હતા.

જોકે ઘટનાના પાંચ દિવસ પહેલાં પોતાના સાળાની હાજરીમાં આરોપીની સાળી દ્વારા પોતાની પુત્રીને બદનામ કરવામાં આવતી હોય પંચ ભેગુ કરવાનું કહેતા હત્યારા આરોપી રતિલાલની પત્નીએ સમાજમાં પોતાની બદનામી થશે તે આશયથી પંચ ભેગુ નહીં કરવાની સલાહ આપી હતી. આવી વાત કરતા આરોપી પોતાની પત્ની પર ગુસ્સો થઈ ગયો હતો. પરંતુ તેને સમજાવી શાંત પાડવામાં આવ્યો હતો. ગુરુવારના રોજ હત્યાના આરોપીએ સમાજનું પંચ ખેડા જિલ્લાના સેવાલિયા મુકામે રાખેલ હતુ, જેમાં કથિત માસિયાઈ ભાઈ સાથેના પ્રેમ પ્રકરણના કારણે હત્યારા આરોપીના સાળી તેનો પતિ અને પુત્ર પંચમાં આવેલ ન હતા. આ વાતનો મનમાં રોષ રાખી શુક્રવારના રોજ હત્યારા આરોપીની પત્ની નંદા બેન સવારના નવ વાગ્યાના અરસામા કુદરતી હાજતે જતા પંચમાં વાતનો ઉકેલ ના આવતા તે વાતનો રોષ રાખી આરોપી પાછળ પાછળ જઈને તીક્ષ્ણ હથિયારના ઘા ગળામાં મારતા સ્થળ પર જ તેઓનુ પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું.

ઘટનાની પોલીસને જાણ થતા શહેરા પીઆઇ એચ.સી.રાઠવા તેમજ અન્ય પોલીસ કર્મીઓ ઘટના સ્થળે પહોંચી જઈને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. મૃતદેહનું પંચનામુ કરી શહેરા સરકારી દવાખાના ખાતે પી.એમ અર્થે મોકલી દેવામાં આવ્યો હતો. હાલના તબક્કે હત્યાનો આરોપી રતિલાલ વાઘરી ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયો છે. અને પોલીસની વિવિધ ટીમો દ્વારા તેને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો